ગ્લોબલ રેટીંગ એજન્સી એસએન્ડપીના રિપોર્ટમાં ખુલાસો આ વર્ષે સરળતાથી લોન નહી મળી શકે: બેન્કો સામે પૂરતી ડિપોઝીટોનો પડકાર
વર્ષ 2024માં ભારતીય બેન્કીંગ સીસ્ટમ સામે નવા પડકારો આવી શકે છે. ગ્લોબલ રેટ એજન્સી એસએન્ડપીએ ક્યું છે કે ભારતીય બેન્કો પાસે પૈસા ઘટી રહ્યા છે જેથી આ વર્ષે ગ્રાહકોને લોન આપવી પડશે.
વર્ષ 2024માં ભારતીય બેન્કીંગ સીસ્ટમ સામે નવા પડકારો આવી શકે છે. ગ્લોબલ રેટ એજન્સી એસએન્ડપીએ ક્યું છે કે ભારતીય બેન્કો પાસે પૈસા ઘટી રહ્યા છે જેથી આ વર્ષે ગ્રાહકોને લોન આપવી પડશે. રેટીંગ એજન્સીએ જણાવ્યું હતું કે, બેન્ક જે ગતિથી લોન આપી રહી છે એ ગતિથી તેની પાસે ડિપોઝીટ નથી આવી રહી. સ્પષ્ટ છે કે લોન વહેંચવા માટે પુરતા નાણાની કમીના કારણે આ વર્ષે સુસ્તી જોવા મળી શકે છે.
રેટીંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોની ઋણ વૃદ્ધિ લાભપ્રદતા અને સંપતિની ગુણવતા મજબૂત રહેશે, જે મજબૂત આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, જો કે તે પોતાની ઋણ વૃદ્ધિને ધીમી કરવા માટે મજબૂર થઈ શકે છે. કારણ કે જમા રકમ સમાન ગતિએ વધી નથી રહી.
એશિયા-પ્રશાંતમાં ગત નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિકના બેન્કીંગ અપડેટમાં એસએન્ડપી ગ્લોબલ રેટીંગ્સની નિર્દેશક એસએસઈએ નિકિતા આનંદે જણાવ્યું હતું કે એજન્સીને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જો જમા વૃદ્ધિ ખાસ કરીને જથ્થાબંધ જમા ધીમી રહે છે તો ક્ષેત્રની મજબૂત ઋણવૃદ્ધિ 16 ટકાથી ઘટીને 14 ટકા થઈ શકે છે.



