આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે
આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
રાજકીય પક્ષો માટે આજે રણનીતિની રાત
આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ત્રીજા તબક્કાના મતદાન માટે ગઇકાલે પ્રચંડ પ્રચારનો છેલ્લો દિવસ હતો, 7 મેએ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાશે, ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થશે.દાદરાનગર હવેલી, દીવ-દમણની એક એક બેઠક માટે મતદાન થશે,. કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, MPની 9 માટે મતદાન યોજાશે. યુપીની 10, છત્તીસગઢની 7, બિહારની 5 બેઠકો માટે મતદાન યોજાશે
લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.
અગાઉ, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ માટે પણ તે જ દિવસે મતદાન થવાનું હતું, પરંતુ અહીં મતદાનને 25 મે પર નિર્ધારિત કરવામાં આવ્યું છે. તમામ સીટો પર 4 જૂને મતગણતરી થવાની છે.
- આસામ (4 લોકસભા બેઠકો): ધુબરી, કોકરાઝાર, બરપેટા, ગૌહાટી
- બિહાર (5 લોકસભા બેઠકો): ઝાંઝરપુર, સુપૌલ, અરરિયા, મધેપુરા, ખાગરિયા
- છત્તીસગઢ (7 લોકસભા બેઠકો): સુરગુજા, રાયગઢ, જાંજગીર-ચંપા, કોરબા, બિલાસપુર, દુર્ગ, રાયપુર.
- દાદરા અને નગર હવેલી (1 લોકસભા બેઠક): દાદરા અને નગર હવેલી
- દમણ અને દીવ (1 લોકસભા બેઠક): દમણ અને દીવ
- ગોવા (2 લોકસભા બેઠકો): ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા
કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા હરિભક્તોને અપીલ કરતો પત્ર લખ્યો છે. જેમાં હરિભક્તોને કમળનું બટન દબાવી ભાજપને મત આપવા અપીલ કરવામાં આવી છે. તેજેન્દ્રપ્રસાદ મહારાજ,કૌશલેન્દ્રપ્રસાદ અને વ્રજેન્દ્રપ્રસાદે પત્ર દ્વારા હરિભક્તોને બીજેપીને મત આપવા અપીલ કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર, રાજીવ કુમારે કહ્યું, તે ખૂબ જ આનંદ અને સંતોષની વાત છે કે અમારા આમંત્રણ પર, 23 દેશોના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ, જેની સંખ્યા 75 થી વધુ છે, અમારી ચૂંટણીઓ જોવા, મુલાકાતી તરીકે જોવા માટે અહીં આવ્યા છે.
સુરતમાં ઝડપાયેલા મૌલવીને લઈ હર્ષ સંઘવીનું સ્ફોટક નિવેદન, કહ્યું” ભાજપના નેતાઓની હત્યાનું પાકિસ્તાનમાં ષડયંત્ર, ભાજપના નેતાઓની હત્યા કરવા પાક. સોપારી આપતુ . મૌલવીની પાકિસ્તાનના વ્યક્તિ સાથે થયેલી વાતથી ખુલાસો થયો,રાજ્યના યુવકોને દેશવિરોધી કૃત્ય કરવા મૌલવી પ્રેરિત કરતા હતા”
પાલીતાણાના સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી. ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. મહેન્દ્રસિંહે હ્યું કે, “2019ની જેમ જ આ ચૂંટણીમાં તમામ સમાજનો સહકાર મળશે, સમાજની લાગણી દુભાય તેનાથી મને પણ દુઃખ, હવે તલવાર ઉપાડવાની જરૂર નથી,બટન બદાવી ભાજપને જીતાડવાની જરૂર છે. આગેવાનો સાથે સમાધાન માટે બેઠક મળી હતી, જો કે કૉંગ્રેસે સમાધાન ન થવા દીધુ, સરકારને સહયોગ કરવા બધા સમાજને વિનંતી, સાત ટર્મથી અમને બધા જ સમાજનો ટેકો મળી રહ્યો છે, રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલ ક્ષત્રિયોના મતો ભાજપ સાથે હોય”
અંતિમ ઘડીના પ્રચારમાં આરોપ-પ્રત્યારોપની રાજનીતિ પણ તેજ થઇ છે. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરના ભરત સુતરીયા પર શાબ્દિક પ્રહાર થઇ રહ્યાં છે. તો ભરત સુતરીયાને વિરજી ઠુમ્મરે ગણાવ્યા પોપટ, ભરત સુતરીયા BOBના ડિફોલ્ટર હોવાનો આરોપ લગાવ્યો, રૂપાલાના સમર્થનમાં રાજકોટમાં પાટીદાર સંમેલન યોજાયું હતું.કડવા, લેઉવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું. પરશોત્તમ રૂપાલાએ જય શિવાજી, જય ભવાનીનો નારો લગાવ્યો છે.એક જગ્યાએ કહ્યું જય ભવાની, તો લોકોએ કહ્યું કૉંગ્રેસ જવાની, પાટીદાર સમાજ 100 ટકા મતદાન કરાવશે તેવો ભરત બોઘરાએ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, રૂપાલાજીને પાંચ લાખની લીડથી જીતાડવાના છે,
રાજકોટમાં લેઉવા પાટીદારની વાયરલ પત્રિકા મુદ્દે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં મોટો મોટો ખુલાસો થયો છે. વાયરલ પત્રિકા મુદ્દે પરેશ ધાનાણીનું નામ ખુલ્યુ છે. પોલીસે પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીની પૂછપરછ કરી છે. આ મામલે અગાઉ ચાર શખ્સોની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે



