ગુજરાત
પૂંચ, કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ, બે જવાનો ગંભીર હોવાની માહિતી મળે છે. તમામ ઇજાગ્રસ્ત જવાનોને એર લિફ્ટ કરી ઉધમપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે
પૂંચ, કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એરફોર્સના વાહનોના કાફલા પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ, બે જવાનો ગંભીર હોવાની માહિતી મળે છે. તમામ ઇજાગ્રસ્ત જવાનોને એર લિફ્ટ કરી ઉધમપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના સ્થાનિક યુનિટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. એરફોર્સના વાહનોને શાહસિતાર પાસેના એરબેઝની અંદર સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા છે. હુમલા બાદ આતંકીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. જો કે સર્ચ ઓપરેશન ચાલુ છે. સાંજે 6 વાગ્યે આતંકી હુમલો થયો હતો.
Poll not found



