જુનાગઢમાં વાળા-ચુડાસમા વચ્ચે તડાફડી જામનગરમાં માડમને ‘આપ’ના દોંગાએ મોઢામોઢ ચોપડાવી દીધુ ,
ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી પુર્વે કોંગ્રેસ અને ‘આપ’ના નેતાઓ વચ્ચે તમામ બેઠકો ઉપર કાર્યકરો પ્રચારમાં સાથે રહેશે તેવી સમજુતી થઈ હતી. પછી ‘આપ’ દ્વારા રાજયભરના કાર્યકરોને મોટાભાગે ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર ઉતારી દેવાયા છે.

ગણતરીના સ્થળોને બાદ કરતા બન્ને પક્ષના કાર્યકરો કે નેતાઓ પ્રચારમાં સાથે દેખાતા નથી ત્યારે બન્નેના નેતાઓ વચ્ચેના મતભેદો પણ ચુંટણી પ્રચારના છેલ્લા દિવસે ખુલ્લીને બહાર આવી ગયા છે. જુનાગઢ બેઠક પર ‘આપ’ના નેતા જગમાલવાળાએ કોંગ્રેસના સોમનાથના ધારાસભ્યને જવાબદારી આપી હોવા છતાં પ્રચારમાં નહીં જોડાતા હોવાનો દાવો કર્યો હતો. આ સાથે ચુડાસમા અડધા સરકારી થઈ ગયા હોવાનો આક્ષેપ પણ જાહેરમાં કરતા જ ભડકો થયો છે.
વળતા જવાબમાં ચૂડાસમાએ વાળા 2022માં તેમની સામે હારી ગયા હતા એટલે આવું બોલતા હોવાનું કહ્યું છે. તે સાથે વાળા ભાજપના ઈશારે કામ કરતા હોવાનું પણ કહ્યું છે. આવી જ સ્થિતિ જામનગર બેઠક પર થઈ છે.
પુર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા વિક્રમ માડમે મંચ પરથી પોતે સેનાપતિ અને ભાજપનો ગઢ એવા શબ્દો વાપર્યા હતા. તેનો મંચ પરથી જ વિરોધ કરતા ‘આપ’ના નેતા પ્રકાશ દોંગાએ પોતે માડમની વાતથી સહમત નહીં હોવાનું કહ્યું છે.
દોંગાએ આટલેથી ન અટકતા એમ પણ કહ્યું હતું કે કોઈના ગઢ હોતા નથી અને માડમ તમે એકલા સેનાપતિ નથી અહીં બેઠેલા બધા પણ સેનાપતિ છે તેમ કહી દેતા વિવાદ થયો છે.