ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂરું થતા જ ભાજપના નેતા પર હુમલાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, અરવલ્લીમાં ભાજપના જિલ્લા પ્રમુખ હિમાંશુ પટેલની કાર પર મેઘરજમાં હુમલો કરાયો છે
મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા લાકડીથી હુમલો કરીને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં હિમાંશુ પટેલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમના હાથમાં ઈજા પહોંચી હતી.
જરાતમાં લોકસભાનું મતદાન પૂરું થતા જ ભાજપના નેતા પર હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોએ લાકડીથી હુમલો કરતા ભાજપ નેતા ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમને સારવાર આપવામાં આવી હતી. હુમલા અંગે હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે અને સીસીટીવી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો મુજબ, અરવલ્લીમાં ભાજપના જિલ્લા પ્રમુખ હિમાંશુ પટેલની કાર પર મેઘરજમાં હુમલો કરાયો છે. મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા લાકડીથી હુમલો કરીને કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. આ બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હુમલામાં હિમાંશુ પટેલ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમના હાથમાં ઈજા પહોંચી હતી.
ઘટનાને લઈને તાત્કાલિક મેઘરજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જિલ્લા LCB, SOG પોલીસે ઘટના અંગે હુમલાખોરોની તપાસ આદરી છે અને સીસીટીવી મેળવવા માટે કવાયત હાથ ધરી છે. વિગતો મુજબ, અત્યાર સુધીમાં એક હુમલાખોરની અટકાયત કરી લેવામાં આવી છે.




