ગુજરાત

રાજકોટ શહેરમાં આજે લોકસભાની ચૂંટણીનું પરંપરાગત મતદાન થયું હતું. રાજકોટમાં અમરેલીના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ડો. પરસોતમ રૂપાલા અને અમરેલીના જ વતની અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો.

ક્ષત્રિય સમાજ પરસોતમભાઇએ કરેલી ટીપ્પણી બાદ દર વખતે રાજકોટમાં મોટા ભાગે શાંત રહેતી ચૂંટણી ગરમાગરમ બની ગઇ હતી. આજે તડકાની ગરમી વચ્ચે અને ક્ષત્રિય સમાજના સામુહિક મતદાન બાદ હવે તા.4 જુનના રોજ ઇવીએમમાંથી શું ચુકાદો નીકળે છે તેના પર સૌની નજર રહેશે.

રાજકોટ શહેરમાં આજે લોકસભાની ચૂંટણીનું પરંપરાગત મતદાન થયું હતું. રાજકોટમાં અમરેલીના ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી ડો. પરસોતમ રૂપાલા અને અમરેલીના જ વતની અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો. ક્ષત્રિય સમાજ પરસોતમભાઇએ કરેલી ટીપ્પણી બાદ દર વખતે રાજકોટમાં મોટા ભાગે શાંત રહેતી ચૂંટણી ગરમાગરમ બની ગઇ હતી. આજે તડકાની ગરમી વચ્ચે અને ક્ષત્રિય સમાજના સામુહિક મતદાન  બાદ હવે તા.4 જુનના રોજ ઇવીએમમાંથી શું ચુકાદો નીકળે છે તેના પર સૌની નજર રહેશે.

સૌથી લાંબી આચારસંહિતા સાથેની આ ચૂંટણીમાં મતદાન અને મત ગણતરી વચ્ચે પણ ખુબ લાંબુ અંતર રહેલું છે.   29 દિવસ સુધી રાજકોટના મતદારોેએ પરિણામની રાહ જોવાની છે તો વિવાદો અને આક્ષેપો સાથેની ચૂંટણીમાં લોકોનો મિજાજ કેટલો બદલાયો છે તે બાબત રાજકોટના રાજકીય ઇતિહાસમાં પણ મહત્વની બનવાની છે.

રાજકોટ લોકસભાની બેઠક પર 21 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 37 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. આ વખતે ચૂંટણીમાં પ્રથમ વખત રાજકોટ શહેર અને જિલ્લા બહારના ઉમેદવાર આવ્યા હતા.  એક કેન્દ્રીય મંત્રી અને બીજા કોંગી નેતા બંને અમરેલીથી આવ્યા છે. ભાજપના મજબુત ઉમેદવારને શહેર ભાજપ નેતાગીરીએ વેલકમ કર્યા હતા.

પરંતુ થોડા દિવસમાં જ એવા વિવાદે જન્મ લીધો કે આજે મતદાનના દિવસ સુધી તેના પડઘા પડયા હતા. ક્ષત્રિય સમાજના એક મોટા સમુહે વિવાદાસ્પદ નિવેદન બદલ રૂપાલાને છેક સુધી માફ નહીં કર્યાનું જાહેર કર્યુ હતું. આ વિવાદ સૌરાષ્ટ્ર-ગુજરાત સુધી પણ પહોંચ્યો હતો. સ્થાનિક નેતાથી માંડી વડાપ્રધાને પણ ક્ષત્રિય સમાજના સુવર્ણ ઇતિહાસને યાદ કરીને તમામ સમાજનો સહકાર માંગ્યો હતો.

આજે રાજકોટના જુદા જુદા વિસ્તારમાં સવારે ક્ષત્રિય સમાજના ઘણા આગેવાનો અને પરિવારજનો સમુહમાં મત આપવા ગયા હતા. ન્યુ રાજકોટના કેટલાક વિસ્તાર, વોર્ડ નં.3ના રેલનગરના ભાગોમાં સવારમાં પુરૂષો અને બપોર બાદ  મહિલાઓની સંખ્યા મતદાનમાં વધુ દેખાઇ હતી. જોકે ગત ચૂંટણીની જેમ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રવાદનો મુદ્દો આગળ રહ્યો હોય મતદાનના દિવસે વિવાદો અને વિરોધની કેટલી અસર ઇવીએમ સુધી પહોંચી છે તે સસ્પેન્સ કેદ થયું છે.  રાજકોટ શહેર અને જિલ્લાની જનતાએ લોકચુકાદો જાહેર થવા માટે હવે 29 દિવસની પ્રતિક્ષા કરવાની છે. રાજકોટની બેઠક પરંપરાગત રીતે ભાજપની છે.

વિધાનસભાની ચારે ચાર બેઠક ભાજપ વિક્રમી લીડ સાથે જીત્યો છે.  મહાપાલિકાની ચૂંટણીમાં 72માંથી 68 બેઠક ભાજપ જીત્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણી સમયના નવા રાજકીય સંજોગો, બહારથી આવેલા ઉમેદવાર, વિવાદોની આંધી વચ્ચે આ ચૂંટણીની ગરમી વધી હતી. આ વિવાદો ઉભા થયા ન હોત તો રાજકોટની ચૂંટણી સંપૂર્ણ શાંત અને વિવાદો વગરની રહે તેમ હતી. પરંતુ વટના સવાલે મોટા પડઘા પાડતા  ઉનાળાની ગરમી અને રાજકીય ગરમી બંને ધગધગી ઉઠયા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button