બિનનિવાસી ભારતીયોએ 111 અબજ ડોલર ‘વતન’માં ઠાલવ્યા
વિશ્વમાં સૌથી વધુ નાણાં ભારતીયો જ ભારતમાં મોકલે છે: 100 અબજ ડોલરથી વધુ મેળવનાર પ્રથમ દેશ બન્યો
નાણાંકીય મેનેજમેન્ટમાં મોટા બદલાવ વચ્ચે બિન નિવાસી ભારતીયોએ અઢળક નાણાં વતનમાં મોકલ્યા છે. વિશ્ર્વના અન્ય કોઈપણ દેશનાં નાગરીકો કરતા સૌથી વધુ નાણાં ભારતીયોએ મોકલ્યા છે, 2022 માં બિન નિવાસી ભારતીયોએ 111 અબજ અમેરીકી ડોલર ભારતમાં ઠાલવ્યા હતા. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર નાઈઝેશન (આઈઓએમ)ના રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, 100 અબજ અમેરીકી ડોલરથી વધુ નાણાં વતનમાં મોકલાયા હોય તેવો ભારત પ્રથમ દેશ બન્યો છે.
આ નાણા સીધા વિદેશી રોકાણ કરતાં પણ વધુ છે. 2022 માં બીન નિવાસી નાગરીકોએ 831 અબજ ડોલર વતનમાં મોકલ્યા હતા. તે 2000 માં 102 અબજ ડોલર કરતાં 650 ટકા વધુ છે.મહત્વની વાત એ, છે કે 831 607 અબજ ડોલર ઓછી કે મધ્યમ આવક ધરાવતાં દેશોમાં મોકલવામાં આવ્યા છે.
રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, કોરોનાકાળ પછી થોડો વખત વતનમાં નાણા મોકલવાનું પ્રમાણ ઘટવાની આગાહીથી વિપરીત લોકોએ અઢળક નાણા મોકલ્યા છે. આ નાણાં ગરીબ રાષ્ટ્રો માટે આવકનો એક મોટો સ્ત્રોત છે.
2022 માં ભારત ઉપરાંત ચીન, મેકસીકો, ફ્રાંસ તથા ફીલીપીન્સના નાગરીકોએ સૌથી વધુ નાણા વતનમાં મોકલ્યા હતા. ભારતીયોએ 111 અબજ ડોલર મેકસીકોમાં 61 અબજ ડોલર, ચીનમાં 51 અબજ ડોલર મોકલાયા હતા.



