લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબકકામાં મુસ્લિમ અનામત હું જીવતો છું ત્યાં સુધી નહીં આવવા દઉં તેવા વિધાનો કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં મતદાનની ઘડી આવી રહી છે
તમે જાવ અને ભાજપ કાર્યાલય જઇને બેસો કોઇ તમને કાઢશે નહીં : કોંગ્રેસ શાસનમાં તમે વોટબેંક જ બની રહ્યા હતા : પ્રથમ વખત મોદીએ વોટબેંક અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબકકામાં મુસ્લિમ અનામત હું જીવતો છું ત્યાં સુધી નહીં આવવા દઉં તેવા વિધાનો કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉતરપ્રદેશ સહિતના રાજયોમાં મતદાનની ઘડી આવી રહી છે તે સમયે હવે મુસ્લિમ સમુદાયને આત્મમંથન કરવા સલાહ આપી છે અને જો તમે એવું માનતા હો કે અમે સતા પર બેસાડી શકીએ છીએ અને ઉતારી પણ શકીએ છીએ તો તમે તમારા બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છો. મોદીએ કે ટીવી ચેનલને મુલાકાત આપતા કહ્યું કે અત્યાર સુધી હું મુસ્લિમ વોટબેંકની વાત કરતો ન હતો.
મુસ્લિમ સમુદાયને આત્મમંથન કરવા સલાહ આપું છે. જો તમે કોઇને સતા પર બેસાડશો કે ઉતારી શકશો તો તે ભુલ હશે. ભાજપને મુસ્લિમ મતો મળતા નથી તે સંદર્ભમાં વડાપ્રધાનની આ ટીપ્પણી મહત્વ બની જાય, મુસ્લિમ વોટબેંકના પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે હું મુસ્લિમ સમાજ અને તેના ભણેલા ગણેલા લોકોને કહેવા માંગુ છું કે તમારે હવે વિચારવાની જરૂર છે, દેશ આગળ વધી રહ્યો છે કોંગ્રેસના શાસનમાં સરકારની વ્યવસ્થાનો લાભ શા માટે તમને ન મળ્યો અને તમે સતત દુર્દશાનો શિકાર થતા આવ્યા છો કારણ કે તમને વોટબેંકની નજરે જોવાયા છે. હું મુસ્લિમ દેશોમાં જવું છું તો પણ મને સન્માન મળે છે ભારતને સન્માન મળે છે અહીં વિરોધ થાય છે. ત્યારે હવે તમે ફકત વોટબેંકની રાજનીતિ બનીને રહી ગયા છો.
હું નથી ઇચ્છતો કે તમે બંધવા મજદુરની જેમ કામ કરતા રહો, તમને જો ભાજપવાળાથી ડર લાગતો હોય તો પ0 લોકો ભાજપ કાર્યાલય પર જાવ એક દિવસ બેસો ત્યાં શું ચાલી રહ્યું છે. તમે જો ભાજપ કાર્યાલય ન જાવ અને કબજો ન કરો તો તમને આ સ્થિતિમાં જ રહેવાનું છે. તમને કોઇ રોકતું નથી ફકત તમારે વિચારવાની જરૂર છે કે આત્મમંથન કઇ રીતે થઇ શકે છે.



