જાણવા જેવું

મેવાડના રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી કેમ વર્ષમાં બે વાર આવે છે? જાણો વીર યોદ્ધા સાથે જોડાયેલી રોચક વાતો ,

મહારાણા પ્રતાપનાં 24 ભાઈ અને 20 બહેન હતા. મહારાણા પ્રતાપનાં સાવકા ભાઈએ તેમને દગો આપીને અજમેર જઈ અકબર સાથે હાથ મિલાવી લીધો હતો.

રાજપૂત શાસકના મહારાણા પ્રતાપની જયંતીને લઈને ગૂગલ પર બે અલગ અલગ તારીખો સામે આવી રહી છે. જે મુજબ તા. 9 મે એટલે કે આજે મહારાણા પ્રતાપની જયંતી છે તો કેટલાક લોકો 22 મે નાં દિવસે મહારાણા પ્રતાપની જયંતી મનાવવાને લઈ અસમંજસ પરિસ્થિતિમાં છે. લોકો સવાલ કરી રહ્યા છે કે મહારાણા પ્રતાપની ખરેખર જન્મ જયંતી 9 મે 1540 છે અથવા 22 મે. જો તમને કંઈ મૂંઝવણ હોય તો તમને જણાવી દઈએ કે વર્ષમાં બે વખત મહારાણા પ્રતાપની જયંતી મનાવવામાં આવે છે. આ પાછળ પણ ખાસ કારણ છે ,

મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540 નાં રોજ થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ દર વર્ષે આ જ તારીખે મહારાણા પ્રતાપની જયંતી મનાવવામાં આવે છે. આ વર્ષે મહારાણા પ્રતાપની 489 મી જન્મ જયંતી મનાવવામાં આવી રહી છે. પરંતું આ વખતે વિક્રમ સંવત મુજબ તેમનો જન્મ દિવસ મનાવવામાં આવે છે. હિન્દુ પંચાંગ મુજબ તેમનો જન્મ જેઠ માસની ત્રીજનાં રોજ ગુરૂ પુષ્પ નક્ષત્રમાં થયો હતો. આ કારણથી વિક્રમ સંવત અનુસાર 22 મે નાં રોજ મહારાણા પ્રતાપની જયંતી છે. એવામાં અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ પંચાંગ મુજબ મેવાડનાં શાસક મહારાણા પ્રતાપની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

મહારાણા પ્રતાપની બહાદુરીની વાતો તો લગભગ બધાને ખબર હશે. પરંતુ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો છે જે દરેકને ખબર નથી. મહારાણા પ્રતાપના અંગત જીવનની વાત કરીએ તો તેમણે કુલ 11 લગ્ન કર્યા હતા. રાજકીય કારણોસર થયેલા આ લગ્નોમાંથી તેમને 17 પુત્રો અને 5 પુત્રીઓ હતી. મહારાણા પ્રતાપ પછી રાણી અજબદેના પુત્ર અમર સિંહે રાજગાદી સંભાળી.

એક ઈતિહાસકાર અનુસાર, મહારાણા પ્રતાપને 24 ભાઈઓ અને 20 બહેનો હતી. પ્રતાપના સાવકા ભાઈએ પોતે જ તેની સાથે દગો કર્યો અને અજમેર આવીને અકબર સાથે સંધિ કરી. બાળપણમાં મહારાણા પ્રતાપને કીકા કહેવામાં આવતા હતા. જ્યારે તે યુદ્ધમાં ગયો ત્યારે તેણે 208 કિગ્રા વજનની બે તલવારો, 72 કિગ્રા વજનના બખ્તર અને 80 કિગ્રા વજનના ભાલા સાથે રાખ્યા હતા.

મહારાણા પ્રતાપે પોતાના રાજ્યને મુઘલોથી બચાવવા માટે જીવનભર સખત લડત આપી હતી. કહેવાય છે કે તેણે જંગલમાં ઘાસ ખાધું અને જમીન પર સૂઈને રાત વિતાવી પણ અકબરની સામે સ્વીકારી ન હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button