દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી કરી શકે છે.
આવકવેરા ધારાની કલમોનું રસપ્રદ વિશ્લેષણ કરતી સર્વોચ્ચ અદાલત વ્યાજ ગણતરી માટે સ્ટેટ બેન્કના પ્રાઈપ લેન્ડીંગ રેટને પાયો ગણવાનું પણ યોગ્ય : બેન્ક કર્મચારી સંગઠનોની અરજી ફગાવાઈ
દેશમાં રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોના કર્મચારીઓને તેમની બેન્કો દ્વારા અપાતી વ્યાજમુક્ત લોન એ કરપાત્ર છે અને આવકવેરા વિભાગ તેના પર આકારણી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ પ્રકારે વ્યાજ મુક્ત લોન એ કર્મચારીઓને તેમના પગાર સહિતના ચૂકવણાથી અલગ રીતે અપાતા લાભ કે સુવિધા છે અને તેથી તે કરપાત્ર છે અને આવકવેરા ખાતુ તેના આકારણી માટેના કાર્યમાં તે ગણતરીમાં લઈ શકે છે. આ અંગે આવકવેરા વિભાગના નિયમોને યોગ્ય ગણાવતા સુપ્રીમકોર્ટે જણાવ્યું હતું કે, બેન્ક કર્મચારીઓને અપાતા આ પ્રકારના લાભો એક અલગ- ખાસ લાભ છે અને તે બેન્ક તેના કર્મચારીઓને જ આ પ્રકારે વ્યાજ મુક્ત લોન આપે છે તે એક વિશેષાધિકાર પણ છે. વિવિધ બેન્કના કર્મચારી સંગઠનોએ આવકવેરા ધારા 1961ની કલમ 13(2) (viii) તથા આવકવેરા વિભાગના નિયમ 1962ની કલમ 3(7)(શ) ને પડકારી હતી.
જેમાં બેન્કો દ્વારા તેના કર્મચારીઓને અપાતી લોનને કરપાત્ર ગણવામાં આવી છે. જેમાં કર્મચારીઓને બેન્ક કર્મચારીઓને અન્ય તમામ લાભો કે સુવિધામાં વ્યાજ મુક્ત લોનનો સમાવેશ કરાયો હતો અને તેને કરપાત્ર ગણાવાઈ હતી. કર્મચારી સંગઠનોએ આ ધારાને પડકારતા તેને પડકારી હતી. આ પ્રકારના ધિરાણમાં વ્યાજ દર ગણવા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પાયો ગણાતો હતો જેને કર્મચારી સંગઠનોએ બંધારણની કલમ 14 મુજબ ભેદભાવભર્યા ને આ જોગવાઈનો ભંગ કરતા દર્શાવાઈ હતી.
બેન્ક કર્મચારી સંગઠનોની દલીલ હતી કે ગ્રાહકોને જે દરે ધિરાણ આપવામાં આવે છે તેને આ ગણતરીમાં નજર અંદાજ કરાયુ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજીવખન્નાની ખંડપીઠે આ પ્રકારના લાભોએ બેન્ક કર્મચારીઓ માટે વિશેષાધિકાર જેવા અને પગારના આધારે મળતા ‘નફા’ તરીકે પણ ગણાવ્યા હતા અને તે પગાર બાદના વધારાના લાભ તરીકે પણ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે જેને બેન્કમાં કર્મચારી છે તેથી જ તેને આ વ્યાજમુક્ત લોનનો લાભ મળે છે અન્યથા મળી શકયો હોત નહી.
આ ઉપરાંત આ પ્રકારે વ્યાજ મુક્ત લોનમાં કર્મચારીને જે વ્યાજ નહી ભરવાનો લાભ મળે છે તેની ગણતરી માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના પ્રાઈમ લેન્ડીંગ રેટને પણ માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલગ અલગ બેન્કો તેના ગ્રાહકો પાસેથી અલગ અલગ પ્રકરે વ્યાજ વસુલે છે તેના બદલે આ એક સમાન પદ્ધતિ વધુ યોગ્ય રહેશે અને તેનાથી બિનજરૂરી કાનૂની વિવાદો પણ રહેશે નહી. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાએ દેશની સૌથી મોટી બેન્ક છે અને તેના પ્રાઈમ લેન્ડીંગ રેટ એ પાયો બની શકે છે. આ માટેની કરજોગવાઈ છે તે કરદાતાને કોઈ હેરાનગતિ કરનારી પણ નથી.



