જાણવા જેવું
ગોલ્ડ લોનમાં રૂા.20 હજારથી વધુની રોકડ આપવા સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન-બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ચેતવણી આપી છે.
રીઝર્વ બેંકે ગત માર્ચ માસમાં આઇઆઇએફએલ કંપનીને ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મુકી દીધો હતો તે પાછળનું એક કારણ મોટાપાયે રોકડમાં લોન વિતરણ કરવામાં આવતું હોવાનું પણ હતું.
ગોલ્ડ લોનમાં રૂા.20 હજારથી વધુની રોકડ આપવા સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નોન-બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે જારી કરેલા દિશાનિર્દેશોમાં નોન-બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓને એવું સુચવ્યું છે કે આવકવેરા કાયદા 1961ની કલમ 269 એસએસની જોગવાઇ અંતર્ગત કોઇપણ વ્યકિત રુા.20 હજારથી વધુની રકમની લોન રોકડરુપે સ્વીકારી શકતો નથી. ગોલ્ડ લોન આપતી કંપનીઓ આ જોગવાઇનું અત્યંત કડકાઇથી પાલન કરે.
રીઝર્વ બેંકે ગત માર્ચ માસમાં આઇઆઇએફએલ કંપનીને ગોલ્ડ લોન આપવા પર પ્રતિબંધ મુકી દીધો હતો તે પાછળનું એક કારણ મોટાપાયે રોકડમાં લોન વિતરણ કરવામાં આવતું હોવાનું પણ હતું.
કંપનીએ જો કે એવો બચાવ કર્યો હતો કે લોન આપવામાં કોઇ અનૈતિક પ્રક્રિયા ન હતી. નોન બેંકીંગ ફાઇનાન્સ કંપનીઓનો ગોલ્ડ લોન પોર્ટફોલીયો 24700 કરોડનો છે જે કુલ એસેટ મેનેજમેન્ટના 31 ટકા થવા જાય છે.
Poll not found