ભારત

કાલે કેજરીવાલને સંભવત જામીન સમયે જ ED ની નવી ચાલ શરાબકાંડમાં ચાર્જશીટ રજુ કરશે ,

શરાબકાંડમાં દિલ્હીના મુખ્યમંત્રીને મુખ્ય ષડયંત્રકાર ગણાવશે સુપ્રીમના ચૂકાદા સમયે જ ‘જામીન’ સામે વિઘ્નની તૈયારી

જામીન આપવા અંગે ચૂકાદો આપનાર છે તે સમયે જ ઈડીએ હવે કાલેજ ટ્રાયલકોર્ટમાં કેજરીવાલ સામે ચાર્જશીટ દાખલ કરવા જાહેરાત કરી છે જેમાં શરાબકાંડમાં કેજરીવાલને મુખ્ય આરોપી, ષડયંત્રકાર ગણાવાશે અને તેમના ગોવા પ્રવાસ, સેવન સ્ટાર હોટેલમાં રહેવા સહિતના નાણા હવાલાથી ચૂકવાયા હોવા તથા તે શરાબકાંડના નાણા હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી સમયે જ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકે સતાવાર ફરજો બજાવે નહી અને કોઈ ફાઈલોમાં સહી કરે નહી તેવા સહિતની શરતો સાથે વચગાળાના જામીન આપવાનો સંકેત આપ્યો છે અને કાલે ઉઘડતી અદાલતે તે ચૂકાદો આપશે તે વચ્ચે ઈડી કાલેજ ટ્રાયલકોર્ટમાં કેજરીવાલ સામે હવે પુરૂ ચાર્જશીટ મુકશે.

તા.21 માર્ચના રોજ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ તેને પહેલા ઈડીની કસ્ટડીમાં સોંપાયા હતા અને બાદમાં હાલ ન્યાયીક કસ્ટડીમાં છે જેમાં તેઓને હાઈકોર્ટ સુધી રાહત મળી નથી તેથી સુપ્રીમનું હકારાત્મક વલણ કેજરીવાલ માટે આશાનું કિરણ છે પણ ઈડીએ હવે કાલે ચાર્જશીટ મુકવા જાહેરાત કરતા કેજરીવાલને જામીન મળી શકે કે કેમ તે કાનૂની પ્રશ્ર્ન સર્જાયો છે. કેજરીવાલ સામે ઈડીનું આ પ્રથમ ચાર્જશીટ હશે અને તેથી તેઓ હવે ચુંટણી પ્રચારમાં જોડાઈ શકશે કે કેમ તે પ્રશ્ર્ન છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button