ભારત
વારાણસીમાં પીએમ મોદીના નામાંકન પહેલા ગંગાઘાટે 4 દિવસ અનોખો ડ્રોન શો ,
13મી મે એ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે, 14મીએ પીએમ ઉમેદવારી પત્ર ભરશે
વારાણસીમાં પીએમ મોદીના નામાંકન પહેલા ભાજપ પ્રસિદ્ધ દશાશ્ર્વમેઘ ઘાટ પર અનોખો ડ્રોન શો કરશે જેમાં 1000 જેટલા ડ્રોન આકાશમાં અનોખો માહોલ પેદા કરશે. આ ડ્રોન શો તા.9થી12 મે સુધી સતત 4 દિવસ યોજાશે.
ભાજપના મીડીયા પ્રભારી નવરતન રાઠીએ જણાવ્યું હતું કે ચાર દિવસ સુધી ડ્રોન શો બાદ 13 મે એ પીએમ મોદીનો રોડ શો યોજાશે અને પીએમ મોદી કાશી વિશ્ર્વનાથ મંદિરમાં દર્શન-પૂજન કરશે અને તેના બીજા દિવસે 14મી મે એ મોદી ઉમેદવારી પત્ર ભરશે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલે જણાવ્યું હતું કે 13મીએ પીએમના મેગા રોડ શોમાં લઘુ ભાસ નજરે પડશે. ગંગા કિનારે વસતા વિભિન્ન સમાજના લોકો પીએમ મોદીનું સ્વાગત ઢોલ-નગારા, શંખનાદ અને ડમરુ વગાડીને થશે. દરેક જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્ય, લોકગીતથી થશે. બનારસના કલાકારો વૈદિક મંત્રોચ્ચાર કરશે. મુસ્લિમ સમાજ પણ મોદીનું સ્વાગત કરશે.
Poll not found



