ગુજરાત

ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે.

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો, જ્યેશ રાદડિયાનો ભવ્ય વિજય, ભાજપ નેતાની હાર

ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીને લઈ સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ છે. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે.  જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.

જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.  સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી  પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.

જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે.  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી.  આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે.  એકલા રાજકોટમાં 68 મત હતા.

ઈફ્કોમાં જીત બાદ જયેશ રાદડિયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. જયેશ રાદડિયાએ કહ્યું કે, ખેડૂતોના હિત માટે સારુ કામ કરીશું. હું ભાજપનો જ કાર્યકર છું.

સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટો ઉલટફેર થયો છે. ભાજપે જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું તેની કારમી હાર થઈ છે. સહકારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો જોરદાર દબદબો જોવા મળી રહ્યો છે.  જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 મત મળ્યા છે.

હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button