ગુજરાત
હવામાન વિભાગે આગાહી કરી રાજ્યમાં બે દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. જોકે 3 દિવસ બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાનની ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે,
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીમાં બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમીથી રાહતની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી આકરી ગરમી પડી રહી છે. અંગ દજાડતી ગરમીમાં બપોરે રસ્તાઓ સુમસામ જોવા મળે છે. લોકો ઘરની બહાર જવાનું પણ ટાળે છે. જોકે આ વચ્ચે હવામાન વિભાગે ગરમીથી રાહતની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે ચાર સક્રિય સિસ્ટમ વરસાદ લાવશે. જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી રાજ્યમાં બે દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં. જોકે 3 દિવસ બાદ પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. જે બાદ રાજ્યમાં વરસાદ આવશે. હાલ રાજસ્થાનની ઉપર બે, મધ્યપ્રદેશ ઉપર એક અને અરબસાગર ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં વરસાદ લાવશે. એવામાં 11થી 13 મે સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે.
Poll not found