ગુજરાત

રાજકોટ લોકસભાની ચૂંટણી ભારે ગરમી અને રાજકીય હીટવેવ વચ્ચે સંપન્ન થઇ છે. આ ચૂંટણીમાં ગત વખત કરતા સાડા ત્રણ ટકા ઓછું એટલે કે 59.60 ટકા જેટલું પ્રમાણમાં નીચુ પ્રમાણ થયું છે

તમામ 18 વોર્ડમાં વોર્ડ નં.11 સૌથી ઉપર-વોર્ડ નં.18 છેલ્લા ક્રમે : પોશ એરીયાવાળા વોર્ડમાં ઘણુ સારૂ મતદાન થઇ ગયું : કુલ પડેલા 12.58 લાખ મતમાંથી 6.78 લાખ રાજકોટ શહેરના છે

રાજકોટ લોકસભાની ચૂંટણી ભારે ગરમી અને રાજકીય હીટવેવ વચ્ચે સંપન્ન થઇ છે. આ ચૂંટણીમાં ગત વખત કરતા સાડા ત્રણ ટકા ઓછું એટલે કે 59.60 ટકા જેટલું પ્રમાણમાં નીચુ પ્રમાણ થયું છે. છતાં ગત વખત કરતા કુલ મતદારોની સંખ્યા વધી હોય મત વધુ પડયા છે.

રાજકોટ લોકસભામાં કુલ 7 વિધાનસભા મતક્ષેત્ર આવે છે. આ પૈકી રાજકોટ વિધાનસભાની ચાર બેઠક હેઠળ આવતા રાજકોટ મહાપાલિકાના 18 વોર્ડના મતદાનના આંકડા બહાર આવ્યા છે. રાજકોટ જિલ્લાના 59.60 ટકા મતદાન સામે રાજકોટ શહેરના 18 વોર્ડનું 57.90 ટકા મતદાન થયું છે.

પૂરા રાજકોટ મહાનગરમાં સૌથી વધુ મતદાન પાટીદારોના પ્રભુત્વવાળા વોર્ડ નં. 11માં 62.95 ટકા થયું છે. તો  સૌથી ઓછું મતદાન હજુ વિકાસની રાહ જોતા વોર્ડ નં.18માં 54.20 ટકા નોંધાયું છે. એકંદરે તમામ વોર્ડમાં 55 ટકા ઉપરનું મતદાન છે. રાજકોટના કુલ 11.71 લાખ લોકોમાંથી 6.78 લાખ નાગરિકે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

તો ટંકારામાં 65.88, વાંકાનેરમાં 64.67 અને જસદણમાં 55.69 ટકા વોટીંગ છે. રાજકોટ પૂર્વમાં 57.88, પશ્ચિમમાં 57.84, દક્ષિણમાં 57.80, ગ્રામ્યમાં 58.53 ટકા મતદાન નોંધાયું હતું.

રાજકોટ જિલ્લામાં કુલ 1258905 લોકોએ મત આપ્યા છે. તેમાં 678213 મત રાજકોટ શહેરના છે.  સૌથી વધુ મતદાન મવડી, વાવડી સહિતના વોર્ડ નં.11નું 62.95 ટકા છે. આ મત વિસ્તારમાં પાટીદારોની સંખ્યા નોંધપાત્ર છે. આ સિવાય 60 ટકા ઉપરના મતદાન પણ વિકસીત અને પોશ એરીયામાં થયા છે. અમીન માર્ગ, કાલાવડ રોડ સહિતના વોર્ડ નં.8માં 60.77, યુનિ. રોડ, 150 ફુટ રોડ, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી  પાર્ક સહિતના વોર્ડ નં.9માં 60.68, યુનિ. રોડ, 150 ફુટ રોડ, પાણીના ટાંકા પાછળના વિસ્તારોવાળા વોર્ડ નં.10માં 61.26 ટકા મતદાન થયું છે.

પોશ એરીયામાં આવતા વોર્ડ નં.2માં 55.01 ટકા વોટીંગ થયું છે. રેલનગર સહિતના વોર્ડ નં.3માં 55.74 ટકા મત પડયા છે. સામાકાંઠાના વોર્ડ નં.4ના મોરબી રોડ સહિતના વિસ્તારમાં 59.67 ટકા, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ સહિતના વોર્ડ નં.5માં 59.67 અને વોર્ડ નં.6માં 57.09 ટકા મતદાન છે. જુના રાજકોટના રહેણાંક અને વેપારી વિસ્તારવાળા ભાજપના ગઢ વોર્ડ નં.7માં 55.30 ટકા મતદાન છે. મવડીના જ વોર્ડ નં.12માં 57.9ર ટકા મત પડયા છે.

ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વોર્ડ નં.13માં 57.04, કેનાલ રોડ, ગુંદાવાડી, સોરઠીયાવાડી, બાપુનગર સહિતના વોર્ડ નં.14માં 58.12, ચુનારાવાડ, ભાવનગર રોડ, આજી નદી કાંઠા સહિતના વોર્ડ નં.15માં 56.94 ટકા મત પડયા છે. જંગલેશ્વર સહિતના વોર્ડ નં.16માં 55.15 ટકા મતદાન થયું હતુ. કોઠારીયા રોડના વોર્ડ નં.17માં 57.80 ટકા મત લોકોએ આપ્યા છે. તો છેવાડાના કોઠારીયા ગામના વોર્ડ નં.18માં 54.20 ટકા મતદાન થયું છે.

મનપાની 2021ની ચૂંટણીમાં 18 વોર્ડમાં 51.71 ટકા મતદાન હતું. તે ચૂંટણીની સરખામણીએ લગભગ તમામ વોર્ડમાં મતદાન વધ્યું છે. લોકસભાની આ ચૂંટણીનું 18 વોર્ડનું મતદાન 57.90 ટકા છે. તો વિધાનસભાની ચૂંટણીમાં  ભાજપને તમામ વોર્ડમાં લીડ મળી હતી. એકંદરે વિધાનસભાના 60 ટકા ઉપરના મતદાન સામે લોકસભામાં 57.90 ટકા અને કોર્પોરેશનની 2021ની ચૂંટણીમાં શહેરમાંથી 51.71 ટકા મત પડયા હતા.

આમ કોર્પો.ની ચૂંટણી કરતા લોકસભાની ચૂંટણીમાં 6 ટકા વધુ મત હોય, જીતના ગણિત ઉંડા ઉતરી રહ્યા છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button