શ્રીનગરમાં મતદાન ચુંટણી સ્ટાફમાં પણ ઉત્સાહ , 35 વર્ષમાં પહેલીવાર ચૂંટણીના બહિષ્કારનું એલાન નહી ,
આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં ચુંટણીને પડકારજનક ગણવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે. ત્રાસવાદી કે અલગતાવાદી સંગઠનોએ કોઈ બહિષ્કારનું એલાન કર્યુ નથી કે ધમકી આપી નથી.
આતંકવાદગ્રસ્ત કાશ્મીરમાં ચુંટણીને પડકારજનક ગણવામાં આવતી હોય છે પરંતુ આ વખતે સ્થિતિ જુદી છે. ત્રાસવાદી કે અલગતાવાદી સંગઠનોએ કોઈ બહિષ્કારનું એલાન કર્યુ નથી કે ધમકી આપી નથી. ત્યારે મતદારોની સાથે ચૂંટણીસ્ટાફમાં પણ ઉત્સાહ રહ્યો હતો. ઈવીએમ સહિતની સામગ્રી સાથે હિમતભેર પોતપોતાના ફરજ પરના મતદાન મથકોએ મૌજૂદ થયા હતા.
કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે. શ્રીનગરમાં મતદાન માટે હાલ લાંબી લાઈનો લાગી ગઈ છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે ભારે ફોર્સ તૈનાત છે. વાદળછાયું આકાશ હોવા છતાં શ્રીનગર શહેરના જૂના શહેર વિસ્તાર સહિત પુલવામા, કંગન, ગાંદરબલ, બડગામ અને પમ્પોર વિસ્તારોમાં મોટી સંખ્યામાં મતદારોની લાઈન લાગેલી છે.
35 વર્ષમાં પહેલીવાર ચૂંટણીના બહિષ્કારનું એલાન નહી ,
1987 પછી કાશ્મીરમાં આ પહેલી ચૂંટણી છે જ્યારે અલગતાવાદીઓએ ચૂંટણી બહિષ્કાર કર્યો નથી. આ ઉપરાંત શ્રીનગરના જૂના શહેર વિસ્તારમાં પણ મતદારો કોઈ પણ ડર વિના મતદાન કરવા માટે આવી રહ્યા છે.

મજબૂત સુરક્ષા વ્યવસ્થા
અધિકારીઓએ લોકોને ભયમુક્ત મતદાનનું વાતાવરણ પૂરું પાડવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે. સમગ્ર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
17, 47, 810 મતદારો મતદાન કરશે
મતવિસ્તારમાં 17,47,810 મતદારો છે, જેમાં 8,75,938 પુરૂષો, 8,71,808 સ્ત્રીઓ અને 64 થર્ડ જેન્ડરના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે મતવિસ્તારમાં 2135 મતદાન મથકો બનાવ્યા છે, જેમાં 1004 શહેરી અને 1131 ગ્રામીણ છે.
24 ઉમેદવારો મેદાનમાં
આ મતવિસ્તારમાં 24 ઉમેદવારો મેદાનમાં છે. જોકે, મુખ્ય સ્પર્ધા નેશનલ કોન્ફરન્સ (NC)ના સૈયદ રૂહુલ્લાહ મેહદી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વહીદ ઉર રહેમાન પારા અને જમ્મુ અને કાશ્મીર અપની પાર્ટીના મોહમ્મદ અશરફ મીર વચ્ચે છે.



