મહારાષ્ટ્ર

મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટ્યાની ઘટનામાં મોતનો આંકડો વધ્યો, મૃતકોની સંખ્યા પહોંચી 14એ, 70થી વધુ ઘાયલ ,

સોમવારે સાંજે મુંબઈમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો અને આકાશમાં ગાઢ વાદળો ઘેરાયા બાદ ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ જતા 14 લોકોના મોત થયા, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે

સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો અને ધૂળની ભારે ડમરી ઉઠ્યા પછી એક મોટું હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે. 15 હજાર સ્ક્વેર ફૂટથી મોટા આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.

સોમવારે સાંજે મુંબઈમાં અચાનક હવામાન બદલાઈ ગયું અને આકાશમાં કાળા ગાઢ વાદળોથી છવાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ ઉઠી અને વરસાદ શરૂ થઈ ગયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો.

જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે પેટ્રોલ પંપ પાસે 100 થી વધુ લોકો હાજર હતા. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે 3 વાગ્યા સુધીમાં, હોર્ડિંગની નીચે દબાયેલા કુલ 86 લોકોને બચાવી લેવામાં આવ્યા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ દરમિયાન 14 લોકોના મોત થયા છે. જયરે 74 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય 31 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે મહત્તમ 40×40 ચોરસ ફૂટની સાઈઝના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેની સાઈઝ 120×120 ચોરસ ફૂટ હતી, એટલે કે આ હોર્ડિંગ અંદાજે 15000 ચોરસ ફૂટનું હતું.

પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી એમ એસ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી લીધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્યો વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધીને તેની તપાસ કરવામાં આવી રહી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button