સીબીએસઈ બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓની સાપેક્ષમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માયુર્ં છે. જેમાં ધો.10માં મુઝફફરનગરની વિદ્યાર્થીની રિતિકાએ 600માંથી 590 ગુણ હાંસલ કરી બોર્ડમાં પ્રથમ સ્થાન હાસલ કયુર્ં છે
ધો.10માં મુઝફફરનગરની રિતિકા ટોપર; 600માંથી 590 માર્કસ ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામ બાદ સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજયુકેશન) દ્વારા આજે ધો.10નું 93.60 ટકા અને ધો.12નું 87.18 ટકા પરિણામ જાહેર કરી દેવામાં આવેલ છે.
સીબીએસઈ બોર્ડના આ પરિણામમાં વિદ્યાર્થીઓની સાપેક્ષમાં વિદ્યાર્થીનીઓએ મેદાન માયુર્ં છે. જેમાં ધો.10માં મુઝફફરનગરની વિદ્યાર્થીની રિતિકાએ 600માંથી 590 ગુણ હાંસલ કરી બોર્ડમાં પ્રથમ સ્થાન હાસલ કયુર્ં છે. સીબીએસઈ બોર્ડના રાજકોટની શૈક્ષણિક સંસ્થાઓના પરિણામ પણ ઉજજવળ રહ્યા છે. સીબીએસઈ બોર્ડમાં આ વર્ષે નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયનું પરિણામ 99.09 ટકા આવેલ છે. જેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 94.75 ટકા આવેલ છે.
જયારે સીબીએસઈ ધો.12નું પરિણામ 87.98 ટકા આવેલ છે. ધો.12ની પરીક્ષામાં 1633730 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 1426420 વિદ્યાર્થીઓ સફળતા મેળવી પાસ થયેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે સીબીએસઈનું વર્ષ 2023ની પરીક્ષાનું પરિણામ 87.33 ટકા આવેલ હતું. તેની સાપેક્ષમાં ચાલુ વર્ષે 87.98 ટકા પરિણામ આવતા ગત વર્ષની સરખામણીમાં પરિણામની ટકાવારીમાં 0.65 ટકાનો વધારો થવા પામેલ છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે સીબીએસઈ બોર્ડની ધો.10ની પરીક્ષા 2238827 જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 2095467 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું પરિણામ 93.60 ટકા આવતા ગત વર્ષની સાપેક્ષમાં પરિણામની ટકાવારી વધી છે.