ગત વર્ષની સરખામણીએ યાત્રાળુઓની સંખ્યામાં 61 ટકાનો વધારો ચારધામ યાત્રામાં ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો : નિષ્ણાંતોની લાલબતી
વર્તમાન ધોરણે જ ધસારો રહે તો 80 લાખ યાત્રાળુઓ ઉમટવાનો અંદાજ: પર્વતીય ક્ષેત્રની ‘કેપેસીટી’ સામે ઉઠાવાતા સવાલ
હિન્દુઓની અત્યંત અને આસ્થાભરી ચારધામ યાત્રા શરૂ થયાના ત્રણ જ દિવસમાં 1.50 લાખ ભાવિકો ઉમટી પડયા હતા જે ગત વર્ષની 95000 ની સરખામણીએ 61 ટકાનો ધરખમ વધારો સુચવે છે. હિમાલયન ક્ષેત્રમાં આવેલા યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ તથા બદ્રીનાથની પવિત્ર ચારધામ યાત્રા 10મી મેથી શરૂ થઈ છે. કેદારનાથમાં ભાવીકોની સંખ્યામાં 67 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 44892 ભાવીકો હતં તે રીતે ગંગોત્રીમાં 61 ટકા તથા યમુનોત્રીમાં 59 ટકા વધુ ભાવીકો આવ્યા છે.
બદ્રીનાથના કપાટ ખુલ્યાને બે દિવસ થયા છે. ગત વર્ષે બે દિવસમાં 15432 યાત્રાળુઓ હતા તે આ વખતે પ્રથમ દિવસે 22690 ભાવીકોની સંખ્યા 10 છે. ભાવીકો-વાહનોની મર્યાદિત ક્ષમતા ધરાવતા આ ઝોનમાં કલાકો સુધી ટ્રાફીક જામ તથા લાંબી કતારોમાં ઉભા રહીને પણ ભાવીકોએ ભગવાનના દર્શન કરવાનું વલણ અપનાવ્યુ છે.
નિષ્ણાંતોએ ભગવાનના દર્શન કરવાનું વલણ અપનાવ્યુ છે. નિષ્ણાંતોએ એવી લાલબતી ધરી છે કે વર્તમાન ધોરણે જ ભાવીકોનો ઘસારો રહેવાના સંજોગોમાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 80 લાખ પર પહોંચી શકે છે અને પર્વતીય ઝોનની આટલો ઘસારો સહન કરવાની ક્ષમતા નથી. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ તથા હજારો વાહનોનો ભાર ઉંચકવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રકચર છે? તે દિશામાં વહીવટીતંત્ર તથા સરકારે વિચારવુ જોઈએ. વધારાની સગવડો ન ઉમેરાય તો ઘાતક-વિનાશક પરીણામો સર્જાવાનો ખતરો રહેશે.
સોશ્યલ ડેવલપમેન્ટ ફોર કોમ્યુનીટીઝ ફાઉન્ડેશનના સ્થાપક અનુપ નૌટીમ્પના કહેવા પ્રમાણે યમુનોત્રીના દર્શને જતા હજારો યાત્રાળુઓના વીડીયોથી સોશ્યલ મીડીયામાં અનેક પ્રત્યાઘાતો વ્યકત થવા લાગ્યા છે. મોટાભાગે લાલબતી ધરી રહ્યા છે અને તે પછી જ સરકાર તથા પોલીસતંત્ર દ્વારા ભાવીકોને એક દિવસ પછી આવવાનો અનુરોધ કરવાની ફરજ પડી હતી.
યાત્રાળુઓને પવિત્ર યાત્રા વધુ સરળતાથી કરાવવી હોય તથા ઉતરાખંડની સારી ઈમેજનો અનુભવ કરાવવો હોય તો ભાવીકોની સંખ્યા ચકાસીને વધુ સારી તૈયારી કરવાની જરૂર છે.
ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી ધામમાં એકત્ર થયેલી ભીડને ધ્યાનમાં લઈને ગંગોત્રીમાં વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. નિર્ધારિત ક્ષમતા કરતા વધુ યાત્રાળુઓના આગમનને કારણે થતી અસુવિધાને ટાળવા ઉત્તરકાશી જિલ્લા વહીવટીતંત્રે સોમવારે બપોરે ગંગોત્રી ધામ જતા તીર્થયાત્રીઓને રસ્તામાં રોકી દીધા હતા. જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
ઉત્તરકાશીના એસપી અર્પણ યદુવંશીએ જણાવ્યું હતું કે ગંગોત્રી જતા વાહનોને જિલ્લા મુખ્યાલયથી લગભગ બે કિમી આગળ તેખાલા ખાતે રોકવામાં આવી રહ્યા છે અને ઈન્દ્રાવતી પુલ અને જોશિયારા પાસે પાર્ક કરવામાં આવ્યા છે. એક દિવસમાં 11 હજાર તીર્થયાત્રીઓ ગંગોત્રીના દર્શને જવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. હાલમાં માત્ર ગંગનાની અને હર્ષિલ વચ્ચે પહોંચેલા મુસાફરોને જ ગંગોત્રી દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.
બદ્રીનાથમાં લોકોએ વીઆઈપી કાર્યસ્થળ અને બામાની ગામ તરફ જતો સામાન્ય રસ્તો બંધ કરવા સામે પ્રદર્શન કર્યું. આ પછી, જોશીમઠના એસડીએમ વિરોધ સ્થળ પર પહોંચ્યા અને કહ્યું કે બદ્રીનાથ મંદિર સમિતિ દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી ટઈંઙ દર્શન વ્યવસ્થાને ખતમ કરી દેવામાં આવી છે.
તીર્થધામના પૂજારીઓએ જણાવ્યું હતું કે, રવિવારે ભક્તોની લાંબી કતારો હોવા છતાં, મંદિર સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ રાજ્યપાલનું સ્વાગત કરવા હેલિપેડ પર ઊભા હતા. અનેક લોકો ધામમાંથી દર્શન કર્યા વિના પરત ફર્યા હતા. બીજી તરફ બદ્રીનાથમાં 75 વર્ષની મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું હતું. યમુનોત્રીમાં અત્યાર સુધીમાં 3 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.



