ભારત

લંડનમાં પણ પીઓકેના સમર્થનમાં દેખાવો: પીઓકે પર પાક.નો ગેરકાયદે કબજો અમે ખતમ કરી તેને ભારતમાં ભેળવી દઇશું વિદેશ મંત્રી જયશંકરનો હુંકાર

પીઓકેમાં હિંસક દેખાવોને પગલે શાહબાજ સરકાર સફાળી જાગી 23 અબજનું ફંડ તાત્કાલીક જાહેર

મોંઘવારી, વધેલા વીજદરથી પીઓકેની પ્રજા રસ્તા પર ઉતરી આવી ,  પીઓકેમાં હિંસક દેખાવોને પગલે શાહબાજ સરકાર સફાળી જાગી: 23 અબજનું ફંડ તાત્કાલીક જાહેર ,

પાક કબજા ગ્રસ્ત કાશ્મીરમાં મોંઘવારી, વીજળીની વધેલી કિંમતો સહિતના મુદ્ે છેલ્લા કેયલાય સમયથી પરેશાન જનતા રસ્તા પર આવી ગઇ છે અને અનેક વિસ્તારોમાં ચક્કાજામ, હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે સફાળી જાગેલી શાહબાજ સરકારે વિરોધ પ્રદર્શનને બાળવા પીઓકેમાં પરિસ્થિતિ બહેતર બનાવવા માટે 23 અબજ રૂપિયાનું ફંડ મંજુર કર્યું છે. પીઓકેની સમસ્યાના નિકાલ માટે આ બજેટને મંજુરી અપાઇ છે.

ઉલ્લેખનીય છે કે મોંઘવારી અને વીજળીના મોંઘા દરોના કારણે છેલ્લા કેટલાય દિવસોથી પીઓકે (પાક. કબજાગ્રસ્ત કાશ્મીર)ની જનતા રસ્તા પર આવી ગઇ છે. વિરોધ પ્રદર્શન દરમ્યાન અનેક જગ્યાએ સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે હિંસક દેખાવો થયા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. દેખાવકારોએ મફત વીજળી અને ઘઉંના લોટ પર સબસીડીની માંગ કરી છે.

લંડનમાં પણ શાહબાજ સરકારના વિરોધમાં દેખાવો શાહબાજ સરકાર સામે માત્ર પીઓકેમાં જ નહીં પણ લંડનમાં પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. જેના કારણે શાહબાજ સરકારની ફજેતી થઇ રહી છે.

પીઓકેની હાલત પર  ભારતે શું કહ્યું? વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે એક દિવસ અમે ગેરકાયદે કબજાવાળા ક્ષેત્રનો ભારતમાં વિલય કરશું. એક દિવસે અમે પીઓકે પર ગેરકાયદે કબજો ખતમ કરી દઇશું અને પીઓકેને ભારતમાં સામેલ કરી દઇશું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button