આકવેરા રિટર્ન ભરવા અંગેની જાગૃતિ એટલી વધી ગઇ છે કે લોકોએ તેમના આવકવેરા રિટર્ન ભરવાનું અત્યારથી જ ચાલુ કરી દીધું છે. આકવેરા રિટર્ન 31મી જુલાઇની છેલ્લી તારીખ પહેલા ફાઇલ કરવું જોઇએ
આઇટીઆર ભરવાની ઉતાવળમાં કોઇ ભૂલ ન કરો, નોટિસ આવી શકે છે
આકવેરા રિટર્ન ભરવા અંગેની જાગૃતિ એટલી વધી ગઇ છે કે લોકોએ તેમના આવકવેરા રિટર્ન ભરવાનું અત્યારથી જ ચાલુ કરી દીધું છે. આકવેરા રિટર્ન 31મી જુલાઇની છેલ્લી તારીખ પહેલા ફાઇલ કરવું જોઇએ તે સારી વાત છે, પરંતુ તેને જલ્દી ફાઇલ કરવાની ઉતાવળમાં તમે અજાણતામાં ઘણી ભૂલ કરી શકો છો. આ જાતની ઉતાવળથી આવકવેરા નોટીસના રૂપમાં તમારું ટેન્શન વધી શકે છે. ટેક્સ નિષ્ણાંતના જણાવ્યા અનુસાર જો તમે 15 જૂન પહેલા તમારું રિટર્ન ફાઇલ કર્યું હોય અને તમારા ફાઇલ કરેલા રિટર્ન અને 15 જુન પછી ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા તમારા એન્યુઅલ ઇન્ફોર્મેશ સ્ટેટમેન્ટ (એઆઇએસ) વચ્ચે કોઇ ભૂલ હોય, તો તમને નોટિસ મળી શકે છે.
આવકવેરા રિનર્ટ ફાઇલ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારા એ.સી.ને તમારું ફોર્મ 16 આપ્યા પછી ઝડપથી રિટર્ન ફાઇલ કરવાનો આગ્રહ રાખવાને બદલે તમારા નિર્દિષ્ટ નાણાંકીય વ્યવહારોની વિગતો તપાસવાનું સરળ બનાવો. જો તમને યાદ ન હોય તો ધીરજ રાખો, કારણ કે વિભાગ પોતે જ તમારી બધી વિગતો એઆઇએસમાં જાહેર કરશે.
તમારી ગણતરીઓ વચ્ચે કોઇ તફાવત નથી તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. પહેલા તમારે તમારા તમામ દસ્તાવેજો એકત્ર કરવા જોઇએ. તમારા દસ્તાવેજો સાથે એઆઇએસમાં તમારા દ્વારા કરવામાં આવેલ તમામ નાણાંકીય વ્યવહારોની વિગતો ક્રોસ ચેક કરો.
આવકવેરા વિભાગે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેણે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ)માં એક નવું ફીચર ઉમેર્યું છે. તેના દ્વારા કરદાતાઓ માહિતીની પુષ્ટિ કરવાની પ્રક્રિયાની સ્થિતિ જોઇ શકશે. એઆઇએસ બહુવિધ માહિતી સ્ત્રોતોમાંથી મેળવેલા નાણાંકીય ડેટાના આધારે તૈયાર કરવામાં આવે છે તે કરદાતાઓની મોટી સંખ્યામાં નાણાંકીય વ્યવહારોની વિગતો પ્રદાન કરે છે જેમાં કરની અસરો હોઇ શકે છે.
કરદાતાઓને એઆઇએસ સિસ્ટમમાં દેખાતા દરેક ટ્રાન્ઝેકશન પર પ્રતિસાદ આપવાની સુવિધા આપવામાં આવે છે. ખોટા રિપોર્ટિંગના કિસ્સામાં તે આપમેળે ચકાસણી માટે સોર્સ પાસે મોકલવામાં આવે છે. સીબીડીટીએ નિવેદનમાં જણાવ્યું હતું કે આ નવી સિસ્ટમથી કરદાતાઓ માટે પારદર્શિતા વધવાની અપેક્ષા છે.



