આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું અને જો આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવામાં સફળ થશે તો કૃષ્ણજન્મભૂમિ પર મંદિર બનાવવામાં આવશે.
'મથુરા, વારાણસીમાં મંદિર બનાવવા માટે 400 સીટોની જરૂર', આસામના સીએમએ કહ્યું- PoK પાછું ભારતનો હિસ્સો બનશે, પ્રક્રિયા ચાલુ
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક નિવેદનમાં કહ્યું કે, જ્યારે ભાજપને 300 બેઠકો મળી ત્યારે તેણે અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું અને જો આ વખતે ભાજપ લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવામાં સફળ થશે તો કૃષ્ણજન્મભૂમિ પર મંદિર બનાવવામાં આવશે.
મથુરા અને વારાણસીમાં જગ્યા બનાવવામાં આવશે. આસામના સીએમએ એમ પણ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેને પણ પરત લેવામાં આવશે. હિમંત સરમાએ કહ્યું કે ‘જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે એક કાશ્મીર ભારતમાં છે અને બીજું પાકિસ્તાનમાં છે. સંસદમાં ક્યારેય એવી ચર્ચા નથી થઈ કે પીઓકે ખરેખર આપણું છે.
અત્યારે પીઓકેમાં દરરોજ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને પાકિસ્તાનમાં લોકો ભારતના ત્રિરંગા ઝંડા સાથે પાકિસ્તાન સરકારનો વિરોધ કરી રહ્યા છે. જો મોદીજીને 400 સીટો મળશે તો પીઓકે પણ ભારતનો હિસ્સો બની જશે અને તેની શરૂઆત પણ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં છેલ્લા ઘણા દિવસોથી જોરદાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પીઓકેના લોકો લોટના ભાવમાં વધારો, વીજળીના બિલના વધતા દર, સબસિડીમાં ઘટાડો જેવી માગણીઓ સાથે પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. પીઓકેમાં ચાલી રહેલા હંગામા અંગે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે પીઓકે હંમેશા ભારતનો હિસ્સો હતો અને રહેશે.