નરેન્દ્ર મોદીની સંપતિ 10 વર્ષમાં 87 લાખ વધી મકાન-કાર અને જમીન કાંઈ નથી ,
તેઓએ એફીડેવીટમાં કુલ 3,02 કરોડની સંપતિ હોવાનું જાહેર કર્યું છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 3.02 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે, જેમાં ભારતીય સ્ટેટ બેંકમાં 2 કરોડ 89 લાખ 45 હજાર 598 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ સામેલ છે.
તેઓએ એફીડેવીટમાં કુલ 3,02 કરોડની સંપતિ હોવાનું જાહેર કર્યું છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 3.02 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે, જેમાં ભારતીય સ્ટેટ બેંકમાં 2 કરોડ 89 લાખ 45 હજાર 598 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા ચૂંટણી માટેની ઉમેદવારી નોંધાવી છે અને તેમાં સંપતિનું એફીડેવીટ રજુ કર્યુ હતું જે અંતર્ગત વડાપ્રધાન પાસે ઘર કે કાર અથવા જમીન જેવી કોઈ પ્રોપર્ટી નથી 10 વર્ષમાં કોઈ ઝવેરાતની પણ ખરીદી કરી નથી. 10 વર્ષમાં સંપતિમાં 87 લાખનો વધારો થયો છે. સરકાર તરફથી મળતો પગાર તથા બેંક એફડી પરથી મળતા વ્યાજ જ આવકના સ્ત્રોત છે.
તેઓએ એફીડેવીટમાં કુલ 3,02 કરોડની સંપતિ હોવાનું જાહેર કર્યું છે. એફિડેવિટ મુજબ તેમની પાસે 3.02 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને સ્થાવર મિલકત છે, જેમાં ભારતીય સ્ટેટ બેંકમાં 2 કરોડ 89 લાખ 45 હજાર 598 રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ સામેલ છે. તેમના હાથમાં કૂલ રોકડ 52,920 રુપિયા છે અને ગાંધીનગર તેમજ વારાણસીના તેમના બે બેંક ખાતામાં કુલ 80,304 રુપિયા જમા છે.
વડાપ્રધાન મોદી પાસે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં રોકાણ તરીકે 9.12 લાખ રૂપિયા છે અને તેમની પાસે સોનાની ચાર વીંટીઓ છે જેની કિંમત 2 લાખ 67 હજાર 750 રુપિયા છે. તેમની આવક 2018-19માં 11.14 લાખ રુપિયાથી વધીને 2022-23માં 23.56 લાખ રુપિયા થઈ છે. નાણાકીય વર્ષમાં તેમનું આવકવેરા રિટર્ન લગભગ 3 લાખ 33 હજાર 179 રૂપિયા છે.
જો છેલ્લાં 5 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈનકમની વાત કરીએ 2018-19માં તેમની આવક 11,14,230 રૂપિયા, 2019-20માં 17,20,760 રુપિયા, 2020-21માં 17,07,930 રુપિયા, 2021-22માં 15,41,870 રુપિયા તો 2022-23માં વડાપ્રધાનને 23,56,080 રૂપિયાની ઈનકમ થઈ.
વડાપ્રધાન મોદીની એફિડેવિટ મુજબ, તેમના વિરૂદ્ધ કોઈ ગુનાકીય કેસ નથી. તો એફિડેવિટમાં તેમણે પોતાના અભ્યાસ અંગેની વિગત પણ આપી છે. જે મુજબ નરેન્દ્ર મોદીએ 1967માં ગુજરાત બોર્ડની એસએસસી પાસ કર્યું હતું. 1978માં તેમણે દિલ્હી યુનિવર્સિટીથી બેચલર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી. 1983માં ગુજરાત યુનિવર્સિટીમાંથી વડાપ્રધાન મોદીએ માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી મેળવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્નીના નામમાં જશોદાબેન લખ્યું છે.



