ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા.આ તકે શંકરસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપ્યું કે, ભાજપનો કલાઈમેકસ આવી ગયો છે .
ખોડલધામમાં દર્શન કરી નરેશ પટેલ સાથે બેઠક કરી: સુલતાનપુરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગઈકાલે કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે સહિતના ટ્રસ્ટીઓ દ્વારા શંકરસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય આંદોલનને લઈને મોટું નિવેદન આપ્યું હતુ. શંકરસિંહ વાઘેલા ગોંડલના સુલતાનપુર ખાતે ગોંડલિયા પરિવારના પ્રસંગમાં જઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમણે જેતપુર નજીક કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે જઈને માતાજીના દર્શન કર્યાં હતા. ટ્રસ્ટી નરેશ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક પણ યોજી હતી.
આ તકે પત્રકાર સાથેની વાતચીતમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, સુલતાનપુર ખાતે આયોજિત ધાર્મિક કાર્યક્રમમમાં અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને આમંત્રણ મળ્યું છે. જેથી અમે બન્ને સાથે જઈએ તે માટે હું અહીં આવ્યો છું. આ કોઈ રાજકીય નહીં માત્ર ધાર્મિક કાર્યક્રમ છે.
પી.ટી. જાડેજાની ઑડિયો ક્લિપ બાદ ક્ષત્રિય સંકલન સમિતિના ફાંટા પડવા અંગે શંકરસિંહે જણાવ્યું કે, સંકલન સમિતિ પરમેનેન્ટ છે. ફક્તા આ કામ માટે સંકલન સમિતિ નહતી. જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ, તે દિવસથી આ કામ પુર્ણ થાય છે. સંકલન સમિતિના મિત્રો મળવાના છે.
એમાં પાર્ટ-2, પાર્ટ-3 જેવું કઈ નહોય. ઈફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપીન પટેલ ગોતા જયેશ રાદડિયા સામે હાર્યા તે અંગેના જવાબમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, દરેકની ચડતી-પડતી આવે છે. દરેકનો એક ચોક્કસ સમય હોય. ભાજપનો ક્લાઈમેક્સ આવી ગયો છે, એટલે માતાજીના સાનિધ્યમાં આવી વાત કરવી સારી નહીં.



