ઈફ્કો બાદ હવે નાફેડની ચૂંટણીમાં નવાજૂની થવાનાં એંધાણ છે , ઈફ્કોની ચૂંટણીમાં થયેલ વિવાદ બાદ પ્રદેશ ભાજપ દ્વારા આ વખતે મેન્ડેટ આપ્યો નથી.
નાફેડની ચૂંટણીમાં પણ થશે ઇફ્કોવાળી! એક બેઠક માટે 5થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ
નાફેડની ચૂંટણીમાં પણ થશે ઇફ્કોવાળી! એક બેઠક માટે 5થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ ,
નાફેડની ચૂંટણીમાં નવાજૂની થવાનાં એંધાણ છે. ઈફ્કોની જેમ હવે નાફેડની ચૂંટણી પણ રસપ્રદ બની શકે છે. નાફેડની ચૂંટણીમાં આ વખતે ઈફ્કોવાળી થવાની શક્યતા છે. નાફેડની 1 બેઠક માટે કુલ 5 થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરનારા મોટા ભાગનાં ઉમેદવારો ભાજપ તરફી છે. ઈફ્કોમાં સર્જાયેલ વિવાદ બાદ પ્રદેશ ભાજપે આ વખતે મેન્ડેટ આપ્યો નથી. ઈફ્કોમાં થયેલા ઘર્ષણ બાદ પ્રદેશ ભાજપે મેન્ડેટ આપ્યું નથી.
રાજકોટ લોકસભા બેઠક પર જેની ટિકિટ કપાઈ તે સાંસદ મોહન કુંડારિયાએ, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઈ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા, હિંમતનગરના મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી છે. 15 મે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે અને આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થશે. ભાજપ તરફથી હજુ સુધી સત્તાવાર મેન્ડેટ અપાયો નથી. પરંતું ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખે સહકારી ક્ષેત્રમાં ભાજપ નેતા આવે તેવો અભિગમ લઈને મેન્ડેટ પ્રથા શરૂ કરી છે. ત્યારે નાફેડમાં ભાજપનું ધાર્યું થશે કે અસંતુષ્ટોનું તે 21 મેના નક્કી થશે. ભાજપમાં સર્વસંમતિ માટે ભારે પ્રયાસો થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.
આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. નાફેડની ચૂંટણી માટે સાંજ સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. ફોર્મ પરત નહી ખેંચાય તો ઈફ્કોવાળી થવાની શક્યતા છે. સહકારી સંસ્થાઓમાં પ્રદેશ ભાજપ મેન્ડેટ આપે છે. ત્યારે એક બેઠક માટે આગામી તા. 21 નાં રોજ દિલ્હી ખાતે ચૂંટણી યોજાશે. ગુજરાતમાં નાફેડની કુલ 2 બેઠકો છે. એક બેઠક પર જેઠા ભરવાડ બિનહરીફ ચૂંટાયા છે.
જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી કરી હતી. જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.
જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.



