ભારત

સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી અને સીન રીક્રિએટ કર્યો, કેટલાક CCTV કેમેરાના ફીડને પેન ડ્રાઈવમાં ટ્રાન્સફર કર્યા, આજે પણ પોલીસ તપાસ માટે જઈ શકે છે CM હાઉસ

સ્વાતિ માલીવાલ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી અને સીન રીક્રિએટ કર્યો હતો.

સ્વાતિ માલીવાલ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી અને સીન રીક્રિએટ કર્યો હતો.

સ્વાતિ માલીવાલ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હીના મુખ્યમંત્રી આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં દિલ્હી પોલીસ CM હાઉસ પહોંચી અને સીન રીક્રિએટ કર્યો હતો. આ પછી મોડી રાત્રે દિલ્હી પોલીસ અને FSLની ટીમ CM આવાસથી રવાના થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે કેટલાક CCTV કેમેરાના ફીડને પેન ડ્રાઈવમાં ટ્રાન્સફર કરી દીધા છે. પોલીસ તપાસ માટે આજે ફરી મુખ્યમંત્રી આવાસ જઈ શકે છે.

દિલ્હી પોલીસ અને ફોરેન્સિકની ટીમ શુક્રવારે સાંજે CM આવાસ પર પહોંચી હતી. થોડા સમય પછી સ્વાતિ માલીવાલને ત્યાં બોલાવવામાં આવ્યા અને ક્રાઈમ સીન ફરીથી રીક્રિએટ કરવામાં આવ્યો. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસની ટીમને જણાવ્યું કે, જ્યારે તે 13 મેના રોજ પ્રવેશી ત્યારે ત્યાં શું થયું અને ત્યાં કોણ હતું. સ્વાતિ માલીવાલ અને એડિશનલ ડીસીપી નોર્થ સીએમ હાઉસની અંદર હાજર હતા. FSL સહિતની તમામ ટીમો પણ ડ્રોઈંગ રૂમમાં હાજર હતી.

દિલ્હી પોલીસે સ્વાતિ સાથે ડ્રોઈંગ રૂમનો મેપ બનાવ્યો અને સ્વાતિને પૂછ્યું કે, 13 મેના રોજ જ્યારે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી ત્યારે ડ્રોઈંગ રૂમમાં કેટલા લોકો હતા અને કઈ જગ્યાએ હતા. દિલ્હી પોલીસ અને FSLની ટીમ સાંજે 4:40 વાગ્યે ગઈ હતી જે દરમિયાન ઘરમાં હાજર કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. 13 મેના રોજ CM હાઉસ ખાતે પોલીસ સુરક્ષા વડા પાસેથી CMહાઉસમાં હાજર પોલીસકર્મીઓની વિગતો માંગવામાં આવી હતી.

સ્વાતિ માલીવાલે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તે 13 મેના રોજ સવારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચી ત્યારે તેને ડ્રોઈંગ રૂમમાં બેસાડવામાં આવી હતી. આ પછી CM કેજરીવાલના પીએસ વિભવ કુમાર તેમના પર ખરાબ હુમલો કરે છે. તેણે સ્વાતિ સાથે માત્ર ગેરવર્તણૂક જ નહીં પરંતુ તેને ખરાબ રીતે માર પણ માર્યો. જોકે આમ આદમી પાર્ટી દ્વારા આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button