રશિયાના પ્રમુખ પુતિનની હત્યાનો પ્રયાસ થશે, સાઇબર હુમલાઓ વધી જશે, કોઇ દેશ મોટો જૈવિક હુમલો કે પરીક્ષણ કરશે, કેન્સર-અલ્ઝાઇઝમરનો ઇલાજ થશે: બાબાની ધ્રુજારીભરી આગાહીઓ
આ વર્ષે પૃથ્વીની ચારેબાજુ ભયાનક તબાહી સર્જાશે બાબા વેંગાની 2024ની ડરામણી આગાહીઓ
બલ્ગેરિયાના ભવિષ્યવેતા બાબા બેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ છે. તેમણે ભૂતકાળમાં કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. જેમ કે તેમણે સોવિયત સંઘના વિઘટનની, અમેરિકા પર આતંકી સંગઠન અલકાયદાના 9-11ના આતંકી હુમલાની કરેલી આગાહી સાચી પડી છે. બલ્ગેરિયાના દ્રષ્ટિહીન બાબાની આંખોની રોશની માત્ર 12 વર્ષની વયે જ ચાલી ગઇ હતી. બાબાએ તો ઇ.સ. 5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે. હવે બાબા વેંગાએ વર્ષ 2024ને લઇને પણ કેટલીક ડરામણી આગાહી કરી છે. જે મુજબ કોઇ દેશવાસીના હાથે જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાહીમીર પુતિનની હત્યાની કોશિશ થશે.
પ્રાકૃતિક આપત્તિને લઇને પણ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે 2024માં ભીષણ હવામાનની ઘટનાઓ બનશે. ધરતી પર એક મોટો ફેરફાર થશે જે મોટે ભાગે ખુબ જ લાંબા અંતરાલ બાદ થતો હોય છે. પણ જો આ જલદી થયું તો ભયાનક કુદરતી આફત આવી શકે છે. ધરતીની ચારે બાજુ ભયાનક તબાહી મચી શકે છે.
વેંગાએ સાઇબર હુમલામાં વધારાની પણ આગાહી કરી છે. 2024માં પાવર ગ્રીડ અને જલ ઉપચાર યંત્રોને હેકર નિશાન બનાવી શકે છે. આથી રાષ્ટ્રીય સુરક્ષા પર ખતરો પેદા થઇ શકે છે. બાબા વેંગાએ વર્ષ 2024માં વૈશ્વિક અર્થ વ્યવસ્થાને હલબલાવી નાખે તેવા આર્થિક સંકટની પણ આગાહી કરી છે. આવી ડરામણી આગાહીઓ વચ્ચે બાબા વેંગાએ કેટલીક સકારાત્મક આગાહીઓ પણ કરી છે જે મુજબ ચિકિત્સા ક્ષેત્રોમાં મોટી સફળતા મળી શકે છે.
જેમાં અલ્ઝાઇમર જેવી બીમારીનો ઇલાજ, કેન્સરનો ઇલાજ શોધાઇ જવાની આગાહી કરી છે. બાબાએ આ વર્ષે એક દેશ મોટો જૈવિક હુમલો કે પરીક્ષણ કરશે તેવી પણ આગાહી કરી છે. તેમણે ઇ.સ. 5079માં દુનિયા ખતમ થઇ જવાની આગાહી કરી છે.



