ભારત

ઇલેક્ટ્રોલ બોન્ડની તમામ વિગતો જાહેર કરવાના સુપ્રિમ કોર્ટના દાવા છતાં માહિતી છુપાવાતી હોવાનો આક્ષેપ: મામલો રાષ્ટ્રીય માહિતી પંચમાં લઇ જવાની તૈયારી

વેચાણ-વટાવવાની પ્રક્રિયાની માહિતી ‘બેંકની બૌધ્ધિક સંપત્તિ’ હોવાનો દાવો ચૂંટણી બોન્ડનો મુદ્દો ફરી સળગ્યો: વેચાણ-વટાવ પ્રક્રિયા જાહેર કરવા SBI નો ઇન્કાર

લોકસભાની ચૂંટણી પૂર્વે જ વિવાદ સર્જનાર અને સુપ્રિમ કોર્ટના આદેશથી પ્રતિબંધિત થયેલા ઇલેકટ્રોલ બોન્ડ (ચૂંટણી બોન્ડ)ના વેચાણ તથા વટાવવા સંબંધી પ્રક્રિયાની જાણકારી આપવાનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરી વખત ઇન્કાર કરી દીધો છે.

માહિતી અધિકાર કાયદા હેઠળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ચૂંટણી બોન્ડના વેચાણ તથા વટાવવા સંબંધી પ્રક્રિયાની જાણકારી માંગવામાં આવી હતી તે આપવાનો ઇન્કાર કરીને સ્ટેટ બેંકે એવો પુર્નોચ્ચાર કર્યો હતો કે આ માહિતી ‘કોમર્શીયલ કોન્ફીડન્સ’ ધરાવે છે અને બેંકની બૌધિક સંપત્તિ છે તે સંબંધી બેન્કની આંતરિક ગાઇડલાઇન્સ અત્યંત કડક છે. સામાજીક કાર્યકર અંજલી ભારદ્વાજે 4થી માર્ચે અરજી દાખલ કરીને ચૂંટણી બોર્ડના વેચાણ તથા વટાવવાની પ્રક્રિયાની વિગતો માંગી હતી. બેંકના ઇન્કાર બાદ 30મી માર્ચે તેમના દ્વારા સ્ટેટ બેંકની એપલેટમાં અપીલ કરવામાં આવી હતી. સંતોષકારક પ્રતિભાવ ન મળતા હવે કેન્દ્રીય માહિતી પંચ સમક્ષ અપીલ કરવાનું નક્કી કર્યું છે.

સ્ટેટ બેંકની એપલેટ ઓથોરીટીએ 17 માર્ચે આપેલા જવાબમાં એમ કહ્યું હતું કે અરજદારે માંગેલી વિગતો બેંકની કોમર્શીયલ કોન્ફીડન્સની છે અને એટલે આપી ન શકાય. આ પ્રક્રિયામાં સામેલ સ્ટાફ માટે પણ કડક ઇન્ટરનલ ગાઇડલાઇન્સ હતી. એટલું જ નહીં, આ વિગતો બેંકની બૌધ્ધિક સંપત્તિ હોવાથી માહિતી અધિકાર કાયદાની કલમ 8 (1)(ડી) હેઠળ અરજી નકારવામાં આવે છે.

માહિતી અધિકાર કાયદાની કલમ 8 (1)(ડી) એમ સૂચવે છે કે કોમર્શીયલ કોન્ફીડન્સ, ટ્રેડ સિક્રેટ અથવા બૌધ્ધિક સંપતિની માહિતીથી ત્રીજા પક્ષને નુકશાન થઇ શકે તેમ હોય તો ઇન્કાર થઇ શકે છે. જો કે, જાહેર હિતમાં તે હોય તો આદેશ કરી શકે છે.

અંજલી ભારદ્વાજે કહ્યું કે સ્ટેટ બેંક ચૂંટણી બોન્ડના વ્યવહારો કેવી રીતે મેનેજ કરે છે તેની અનિશ્ચિતતાને કારણે પ્રક્રિયાની વિગતો માંગવામાં આવી હતી. બોન્ડના ખરીદનારા તથા વટાવનારાના યુનિક નંબર હોવાથી ચિંતાનો વિષય હવે સર્વોચ્ચ અદાલતે પણ ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય ગણાવીને રોક લગાવી હતી તથા તમામ માહિતી જાહેર કરવાનો આદેશ કર્યો હતો છતાં સ્ટેટ બેંક મહત્વની વિગતો છુપાવી રહી છે.

તેમના કહેવા પ્રમાણે આ માહિતી જાહેર કરવાથી શું નુકશાન થઇ શકે તે વિશે એપલેટ ઓથોરીટીએ કોઇ ફોડ પાડ્યો નથી ઉપરાંત થર્ડ પાર્ટી કોણ છે તે દર્શાવ્યું નથી. આ મામલે જાહેર હિતનો હોવાનું પણ સ્વીકાર્યું નથી. માહિતી અધિકાર કાયદાની જોગવાઇ દર્શાવીને માહિતીનો ઇન્કાર કરાયો છે તેવી કોઇ જોગવાઇ પણ ન હોવાનો તેમનો દાવો છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button