રાજ્યમાં કાળઝાળ ગરમીથી હજુ રાહત નથી મળી, ત્યારે ધોમધગતા તાપથી અમદાવાદ શેકાયું છે. બુધવારે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. 45.9 ડિગ્રી તાપમાન
અમદાવાદમાં અંગારા ઝર્યા! ગુજરાતના 11 શહેરોમાં ગરમીનો કાળો કહેર, આગાહી પરસેવો છોડાવે તેવી
હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈ આગાહી કરી છે. ત્યારે હજુ આગામી બે દિવસ સુધી લોકોને ગરમીનો માર સહન કરવો પડી શકે છે. હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. બુધવારે
અગાઉ હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, વલસાડ, જુનાગઢ, પોરબંદર, રાજકોટમાં હીટવેવની આગાહી કરી હતી. જયારે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, , વલસાડ, બનાસકાંઠા, પાટણ તેમજ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. સાથે જ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી હતી. સહિત રાજ્યભરમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે બુધવારે 45.9 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું, તો સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 44.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉપરાંત, મંગળવારે પણ રાજ્યના છ શહેરોના તાપમાન 45 ડિગ્રી પર પહોંચી ગયા હતા.
હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ 2 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી હતી. , આણંદ, રાજકોટ, ભાવનગર, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આગ ઓકતી ગરમીના કારણે લૂ લાગવાના સહિતના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે ગરમી અને હવામાનની આગાહીને ધ્યાને લઈને DEOએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે, તેમણે જિલ્લાની શાળાઓમાં કામગીરી સવારે 7થી 10 સુધી રાખવાનું જણાવ્યું છે. આ નિર્ણય શાળાઓના આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે લેવામાં આવ્યો છે.



