ગુજરાત

શક્તિશાળી વાવાઝોડું ઝડપભેર આગળ વધી રહ્યું છે, હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું

બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાતની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો માટે ચેતવણી જારી કરી છે.

બંગાળની ખાડીમાં 23 મેના રોજ એક શક્તિશાળી ચક્રવાત ની શક્યતા છે. ભારતીય હવામાન  વિભાગ (IMD) એ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો  માટે ચેતવણી જારી કરી છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે. અમે આશા રાખીએ છીએ કે તે ધીમે ધીમે ઝડપી બનશે. આ પછી, 23 મે સુધીમાં, ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા બંગાળની ખાડી પર એક ડિપ્રેશન બનશે. તે આગળ વધવાનું ચાલુ રાખશે અને 24મીની સવારે તીવ્ર બનશે. દરિયાની આ સ્થિતિ માછીમારો માટે સલામત નથી. તેથી અમે ચેતવણી આપી છે કે તેઓ આજે સાંજ સુધીમાં દરિયાકિનારે પાછા ફરે. તે જ સમયે, પૂર્વ કિનારાના રાજ્યો તેમજ આંદામાન અને નિકોબાર ટાપુઓના માછીમારોએ 26 મે સુધી દરિયામાં ન જવું જોઈએ. અમે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની અપેક્ષા રાખીએ છીએ.

તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની અને 24 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. આ પછી, તે 25 મી મેની સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ અને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે.

25 અને 26 મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button