શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટનામાં 27 વ્યકિતઓના મોત થતા ભારે અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાઈ જવા પામી છે.
અગ્નિકાંડ બાદ 32 લાપત્તાનું લીસ્ટ હતું તેમાંથી 5 સુરક્ષિત મળી આવ્યા TRP અગ્નિકાંડ: 27ના મોત; કલેકટરનો રાજય સરકારને રીપોર્ટ

શહેરના નાનામવા રોડ પર મોકાજી સર્કલ પાસે ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના પગલે રાજકોટ સહિત ગુજરાતભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. આ દુર્ઘટનામાં 27 વ્યકિતઓના મોત થતા ભારે અરેરાટી સાથે કરૂણાંતિકા સર્જાઈ જવા પામી છે. આ દુર્ઘટનાનો સર્વગ્રાહી રીપોર્ટ જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજય સરકારના ગૃહ વિભાગના ઉપ સચિવને મોકલી દેવામાં આવેલ છે. ટીઆરપી ગેમ ઝોનના આ અગ્નિકાંડ બાદ લાપત્તા 27 વ્યકિતઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાંથી 5 વ્યકિતઓ સુરક્ષિત મળી આવેલ હતા. આ ઘટનામાં 27 વ્યકિતઓના મોત નિપજયું છે. જેમાં 24 પુરૂષો છે. જયારે 12 વર્ષથી નાની વયના ત્રણ બાળકો છે. જયારે 12 વર્ષથી વધુ વયના 21 વ્યકિતઓ છે. જે પૈકીની 6 મહિલાઓ છે. જયારે 12 વર્ષથી નાની વયની બે અને તેનાથી મોટી વયની ચાર વ્યકિતઓ છે.
આ અગ્નિકાંડમાં જે 27 વ્યકિતઓના મોત નિપજેલ છે તેમાં 6 સ્ત્રીઓ અને 15 પુરૂષોનો સમાવેશ થાય છે. જયારે 6 વ્યકિતઓને હજુ ઓળખ થઈ શકી નથી. આ ઘટનામાં 9 વ્યકિતઓને ઈજા થવા પામી છે. જેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. જે પૈકીની ત્રણ વ્યકિતઓ ગીરીરાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કલેકટર દ્વારા રાજયના ગૃહ વિભાગના ઉપ સચિવને કરાયેલા આ રીપોર્ટમાં ફાયર સેફટી, સ્ટ્રકચરની સેફટી સહિતની બાબતો પર પ્રકાશ ફેંકવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનામાં મૃતકોના ડીએનએ ખાસ એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર મોકલવામાં આવેલ છે.
આ દુર્ઘટના ગત તા.25ને શનિવારના સાંજના 5-30 કલાકે ઘટી હતી. ત્યારબાદ 5-44 કલાકે ઈમરજન્સી 108ને જાણ કરવામાં આવતા 10 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. તેમજ 40થી 50 ફાયર ફાઈટરો દ્વારા આગ બુઝવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઘટના અંગે પાંચને છેતાલીસ કલાકે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તેમજ આ અગ્નિકાંડ બાદ ત્રણ હિટાચી મશીન, 10 જેસીબી, અને ચાર ડમ્પરો મારફત કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે.
જીલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા આ અગ્નિકાંડ અંગેના રાજયના ગૃહ વિભાગના ઉપ સચિવને મોકલાયેલ રીપોર્ટમાં અગ્નિકાંડની તમામ વિગતો પર પ્રકાશ ફેંકવામાં આવેલ છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં રાજય સરકાર દ્વારા પગલા લેવાનો દોર શરૂ કરવામાં આવેલ છે જેમાં વધુ એક નગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના સ્ટેશન ઓફીસર રોહિત વિગોરાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે.