ગુજરાત

રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે ભરોસો રહ્યો નથી, ફાયર એનઓસી વિશે અદાલતોના આદેશોનું પણ પાલન થયુ નથી.

અદાલતના આદેશોનું પાલન નહીં થતુ હોવાની ગંભીર નોંધ: કોર્ટનો તિરસ્કાર ગણાય: હવે 6 જુને વધુ સુનાવણી

રાજકોટના માનવસર્જીત અગ્નિકાંડ મુદે સુઓમોટો દાખલ કરીને સુનાવણી કરનાર હાઈકોર્ટે અત્યંત આકરૂ વલણ અપનાવ્યુ હતું. સરકાર કે તંત્ર પર હવે ભરોસો રહ્યો નથી, ફાયર એનઓસી વિશે અદાલતોના આદેશોનું પણ પાલન થયુ નથી. મ્યુનીસીપલ કમીશ્નરને સસ્પેન્ડ કરવાના હતા પણ કરતા નથી. હવે તમામ કોર્પોરેશન હાઈકોર્ટમાં એફીડેવીટ દાખલ કરે અને 6 જુને તેની રેગ્યુલર સુનાવણી કરાશે.

હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી તથા એડવોકેટ અમીત પંચાલ દ્વારા જોરદાર દલીલો કરવામાં આવી હતી. હાઈકોર્ટના સ્પેશ્યલ જજ બીરેન વૈષ્ણવ તથા દેવેન દેસાઈની બેંચે ગઈકાલે રવિવારની રજાના દિવસે પણ સુઓમોટો અરજી સ્વીકારીને આજે સુનાવણી રાખી હતી જે દરમ્યાન હાઈકોર્ટે અત્યંત આકરી ટકકર કરી હતી.

રાજકોટ પોલીસ કમીશ્નરે ટીઆરપી ગેમઝોનને કઈ રીતે પરમીશન આપી હતી તેનો ખુલાસો કરતી એફીડેવીટ કરવાનો આદેશ કર્યો હતો. ઉપરાંત મ્યુનીસીપલ કમિશ્નર તરફથી રજુઆત થતા હાઈકોર્ટે એમ કહ્યું કે તેમને તો સસ્પેન્ડ કરવાનો આદેશ કરવાના હતા પણ કરતા નથી. અમે અત્યારે ઓફીસરોને સસ્પેન્ડ કરતા રોકીએ છીએ. જીડીસીઆરના નિયમ પાલન માટે શુ કર્યુ હતું? આવી જગ્યાઓ પર નિયમિત ચેકીંગ કરવાનું હોય છે. કોર્પોરેશનના ચીફ ફાયર ઓફીસરને પણ એફીડેવીટ ફાઈલ કરવાનું રહેશે.

હાઈકોર્ટે એમ કહ્યું કે ફાયર સેફટીની જાહેર હિતની અરજી વખતે ખુદ અદાલતે નિર્દેશો કર્યા હતા છતાં તેનું પાલન થયુ ન હતુ તે બાબતનો પણ ખુલાસો કરવા તાકીદ કરીને એમ કહ્યું કે તંત્રે કોઈ નિરીક્ષણ કર્યુ ન હતું અને ગેમઝોન ચાલતો રહ્યો છે. પરિણામે નિર્દોષ લોકો મોતને ભેટયા હતા.

આગને લગતી પીઆઈએલ આદેશનું પાલન ન થયાની હકીકત અદાલતના તિરસ્કારરૂપ છે.અદાલતે કહ્યું કે અગ્નિકાંડ આંખ ઉઘાડનારો છે. સરકારે દરવખતની જેમ સીટની રચના કરી છે. ગેમઝોન પાસે અનિવાર્ય મંજુરી ન હતી. કોર્પોરેશનના અધિકારીઓની આંખ નીચે ઝોન ધમધમતો હતો. અધિકારીઓ મુલાકાત લેતા હતા પરંતુ કાયદેસરતા કોઈએ ચકાસી ન હતી.

મીડીયા રિપોર્ટને ટાંકીને હાઈકોર્ટે એમ કહ્યું કે રાજયમાં આ સાતમી ભયાનક દુર્ઘટના છે. અરજદાર બ્રિજેશ ત્રિવેદીએ એમ કહ્યું કે ગેમઝોનમાં રહેલા પેટ્રોલ-ડિઝલનો એફઆઈઆરમાં ઉલ્લેખ નથી એટલુ જ નહીં, પુરાવાઓનો નાશ કરવા ઘટનાસ્થળ પર બુલડોઝર ફેરવીને સફાઈ પણ કરી દેવામાં આવી છે.

હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે આ ઘટનાથી દરેક કમિશ્નરો ની જવાબદારી નકકી કરવી પડે. અદાલતી આદેશનું પાલન થયુ નથી. મુખ્યમંત્રીની મુલાકાત બાદ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.અદાલતે એમ પણ કહ્યું કે ફાયર એનઓસી એ અન્ય કોઈ પરવાનગી ન હતી.

એડવોકેટ અમીત પંચાલે મ્યુ. કમિશ્નર ને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. ચાર વર્ષથી કાયદાભંગ સાથે ગેમઝોન ધમધમતુ હોય ત્યારે કમિશ્નર ને જવાબદાર ગણવા જોઈએ. ગેમઝોનના સંચાલકોની ધરપકડ મામલે પણ ઉધડો લીધો હતો. એકની ધરપકડ થયાના સરકારી વકીલના જવાબ પછી હાઈકોર્ટે એવો સવાલ કર્યો કે બાકીના ભાગી ગયા છે? લુકઆઉટ સકર્યુલર જાહેર કરવો જોઈએ. હાઈકોર્ટે વિવિધ મુદ્દાઓ પર ખુલાસા માંગીને એફીડેવીટ દાખલ કરવાનો આદેશ કર્યો હતો અને 6 જૂને સુનાવણી રાખી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button