ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નિર્દોષોના મોત બાદ એક્શનમાં આવેલી પોલીસને મોટી સફળતા બનાસકાંઠા LCBએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને આબુ રોડથી ઝડપી લીધો છે

જકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નિર્દોષોના મોત બાદ એક્શનમાં આવેલી પોલીસને મોટી સફળતા બનાસકાંઠા LCBએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને આબુ રોડથી ઝડપી લીધો છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નિર્દોષોના મોત બાદ એક્શનમાં આવેલી પોલીસને મોટી સફળતા બનાસકાંઠા LCBએ મુખ્ય આરોપી ધવલ ઠક્કરને આબુ રોડથી ઝડપી લીધો છે. બનાસકાંઠા એલસીબીએ ધવલ ઠક્કરને આબુરોડથી દબોચી લીધા બાદ રાજકોટ પોલીસ વહેલી સવારે પાલનપુર પહોંચી હતી. જે બાદ વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ રાજકોટ પોલીસ બનાસકાંઠા પોલીસના સકંજામાંથી ધવલ ઠક્કર લઈ રાજકોટ જવા રવાના થઈ હતી. અગ્નિકાંડના મુખ્ય સૂત્રોધ્ધાર ધવલ ઠક્કરની હવે રાજકોટ પોલીસ તપાસ કરશે.

રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેના સંબંધીને ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જે બાદ બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરીને રાજકોટ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ધવલ ઠક્કર ગેમિંગ ઝોનમાં નોકરી કરતો હતો. ગેમિંગ ઝોનના માલિકોએ ગેમિંગ ઝોનનું લાયસન્સ ધવલ ઠક્કરના નામે લીધું હતું. એલસીબીની પ્રાથમિક પૂછપરછમાં ધવલ ઠક્કરે કબૂલાત કરી છે.

રાજકોટ શહેરના પોલીસ કમિશનર IPS રાજુ ભાર્ગવની બદલી કરાઈ છે અને પોસ્ટીંગની રાહ જોઈ રહ્યા છે. જ્યારે તેમની સામે અમદાવાદ શહેરના સેક્ટર-2ના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને રાજકોટ શહેરના પોલીસ કમિશનર બનાવાયા છે. રાજકોટ શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર IPS વિધિ ચૌધરીની બદલી કરાઈ છે અને જોકે તેમને પણ કોઈ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગ પર રખાયા છે. તેમના સ્થાને કચ્છ-ભુજના DIG મહેન્દ્ર બાગરિઆને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર ઝોન-2ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુધીરકુમાર દેસાઈનું ટ્રાન્સફર કરાયું છે પરંતુ પોસ્ટિંગ અપાયું નથી અને વેઈટિંગમાં રખાયા છે. તેમના સ્થાને વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ જગદીશ બંગાર્વાને ટ્રાન્સફર કરીને જવાબદારી સોંપવામાં આવી છે.

  • ગૌતમ જોશી – આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  • જયદીપ ચૌધરી – આસિસ્ટન્ટ એન્જિનિયર, રાજકોટ મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા
  • એમ.આર. સુમા – નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ બાંધકામ માર્ગ અને મકાન વિભાગ
  • વી.આર. પટેલ – પોલીસ ઈન્સ્પેક્ટર, રાજકોટ રીડર શાખા
  • એન. આઈ. રાઠોડ – પોલીસ ઈન્સ્પેક્ટર, ગાંધીગ્રામ – ૨ (યુનિવર્સિટી)
  • પારસ કોઠીયા – નાયબ કાર્યપાલક ઈજનેર, રાજકોટ
  • રોહિત વિગોરા – સ્ટેશન ઓફિસર, ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીસ, રાજકોટ મહાનગરપાલિકા
  •  ધવલભાઈ ભરતભાઇ ઠકકર – (પોલીસ ગિરફતમાં)
  • અશોકસિંહ જગદીશસિંહ જાડેજા – (ફરાર)
  •  કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા – (ફરાર)
  • પ્રકાશચંદ કનૈયાલાલ હીરન – (પોલીસ રિમાન્ડમાં)
  •  યુવરાજસિંહ હરીસિંહ સોલંકી – (પોલીસ રિમાન્ડમાં)
  •  રાહુલ લલીતભાઇ રાઠોડ – (પોલીસ રિમાન્ડમાં)
News Click 24

Poll not found

Related Articles

Back to top button