ગુજરાત

ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ હોવાનું કહીને પત્રકારોને બોલાવાયા હતા. જોકે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલી જાહેરાત કરી કે 4 જૂને દેશભરમાં મત ગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટમાં કોઈ જાતની ઉજવણી નહીં થાય

Rajkot માં વાહવાહી લૂંટવા આવેલા ભાજપ નેતાઓ 27 મૃતકોને ન્યાયનો સવાલ સાંભળતા જ ભાગ્યા

રાજકોટમાં TRP મોલમાં લાગેલી આગની ઘટનામાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા. આગની આ ઘટનાથી એકલા રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એકબાજુ લોકો દુઃખ અનુભવી રહ્યા છે. આ વચ્ચે રાજકોટ ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ હોવાનું કહીને પત્રકારોને બોલાવાયા હતા. જોકે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં માત્ર એટલી જાહેરાત કરી કે 4 જૂને દેશભરમાં મત ગણતરી બાદ આવનારા પરિણામ પછી રાજકોટમાં કોઈ જાતની ઉજવણી નહીં થાય. માત્ર વાહવાહી માટે આટલી જાહેરાત કર્યા બાદ જ્યારે પત્રકારોએ મૃતકોને ન્યાય અપાવવા અંગે સવાલ પૂછતા નેતાઓએ રીતસરની ચાલતી પકડી હતી.

રાજકોટ શહેર ભાજપે બોલાવેલી પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજકોટ લોકસભાથી ઉમેદવાર પરષોત્તમ રૂપાલા, રાજ્યસભા સાંસદ રામ મોકરીયા, મેયર નયના પેઢડિયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શહેર ભાજપ પ્રમુખે 4 જૂને રાજકોટમાં ચૂંટણી પરિણામને લઈને કોઈ ઉજવણી ન કરવાની જાહેરાત કરી હતી. પ્રેસ દરમિયાન રૂપાલા એકપણ શબ્દ બોલ્યા નહોતા અને જ્યારે રામ મોકરિયા અને મુકેશ દોશીને મીડિયા કર્મીઓએ મૃતકોને ન્યાય અને જવાબદારો પર કડક કાર્યવાહી અંગે સવાલ પૂછતા તેમણે ચાલતી પકડી હતી.

તો ઘટના પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકરે તો દોષનો ટોપલો બીજા પર ઢોળતા કહી દીધું કે, મારે સ્ટેન્ડિંગ ચેરમેન બન્યાને 7 મહિના થયા છે. રાજીનામું આપવાની વાત પર તેમણે કહ્યું કે,પાર્ટી કહે તો હું રાજીનામું આપવા તૈયાર છું. બીજી તરફ મેયર નયના પેઢડિયા પત્રકારોના સવાલ સાંભળીને સાવ મુંગા થઈ ગયા હતા અને દુર્ઘટના પર મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા કે જવાબદારો સામે કાર્યવાહી માટે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહોતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button