મહાનગરો-દિલ્હી, મુંબઇ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લુરૂ, અમદાવાદમાં ઉનાળો ખતરનાક બન્યો 48 ડિગ્રીથી વધુ ગરમીમાં લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે ,
મોડી રાત સુધી ઠંડક ન થવાનું કારણ કોન્ક્રીટનાં મકાનો અને ડામરના રોડ છે. દિલ્હી અને હૈદરાબાદમાં હવાના તાપમાનમાં થોડો ઘટાડો થયો છે,
ગરમીએ લોકોનું જીવન દોઝખ સમાન બનાવી દીધું છે. 48 ડિગ્રીથી વધુ ગરમીમાં લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. અનેકને ચક્કર આવે છે અને માથું પકડીને બેસી જાય છે. આખા દિવસનું ગરમ વાતાવરણ મોડી રાત સુધી ઠંડુ થતું નથી. લોકો ઠંડા પવનની લહેરખી માટે ખુલ્લી જગ્યાઓ પર, બ્રિજ પર જઈને ઊભા રહે છે.
કોઈ બરફના ગોળા ખાય છે, તો કોઇ શેરડીનો રસ પીને થોડીઘણી ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે. સાંજે સાત વાગ્યા પછીની સ્વાભાવિક ઠંડક ગાયબ થઈ ગઈ છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ભેજ તમામ વિસ્તારોમાં ગરમીની સ્થિતિને વધારે છે. હા, વહેલી સવારે સહેજ ઠંડક જણાય છે. સવારે 7 વાગ્યા સુધી ઠંડા પવનની લહેરખી પણ જોવા મળે છે.
મોડી રાત સુધી ઠંડક ન થવાનું કારણ કોન્ક્રીટનાં મકાનો અને ડામરના રોડ છે. દિલ્હી અને હૈદરાબાદમાં હવાના તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પણ તે બિનઅસરકારક સાબિત થઈ રહ્યો છે. મોટાં શહેરોમાં ઊંચી ઇમારતોના જમઘટને કોન્ક્રીટનાં જંગલો કહે છે. વૃક્ષોનાં જંગલો અને કોન્ક્રીટનાં જંગલોમાં આસમાન-જમીનનો ફર્ક છે.
એક વરસાદને ખેંચે છે, તો બીજું ગરમી ખેંચે છે. વાતાવરણમાં વધતા ભેજનું સ્તર બફારો વધારે છે. ગરમી અને બફારો બંને માનવજીવનને ત્રસ્ત કરી નાખે છે. ભારતના મેટ્રો સિટી અને અમદાવાદ જેવાં મોટાં શહેરો કોન્ક્રીટનાં જંગલોમાં ફેરવાઇ ગયાં છે.
આ કોન્ક્રીટનાં જંગલો ગરમીમાં વધારો કરી રહ્યું છે અને રાત્રે પણ હવામાન ઠંડું પડતું નથી. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના નવા રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે કે છ મહાનગરો-દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરૂ અને ચેન્નઈ-સહિતનાં શહેરો માટે ઉનાળો ખતરનાર બની રહ્યો છે.
વધી રહેલા ભેજનું પ્રમાણ તમામ વિસ્તારોમાં ગરમીની સ્થિતિને વધારે છે, બેંગલુરૂ સિવાય અન્ય પાંચ મહાનગરોમાં ઉનાળાનો સરેરાશ સાપેક્ષ ભેજ 2001-2010ની તુલનામાં 2014-2023માં પાંચથી 10 ટકા વધ્યો છે. વધતી ગરમીને નાથવા અનેક સંશોધનો ચાલી રહ્યાં છે.
સૌ કોઈ હવામાં છોડાતા કાર્બનથી ચિંતિત છે, જ્યારે ભારે ગરમી ભારતના મોટા હિસ્સામાં લોકોના આરોગ્ય અને રોજગારને અસર કરી રહી છે. સંશોધનમાં જણાયું છે કે દિવસ અને રાત્રિના તાપમાનના બદલાતાં વલણ તેમજ ગરમી, ભેજ અને જમીનની સપાટીના તાપમાનનું વિશ્લેષણ કરીને તેનું મૂલ્યાંકન કરવું જોઇએ.



