ભારત
પાક.ના અણુ બોમ્બને લઇને મોદીના કટાક્ષ બાદ.પાકિસ્તાન ભડકયું-પાક.નો એટમ બોમ્બ તૈયાર છે, ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ નહીં
પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ પુરેપુરો તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલી રહેલી ચર્ચાથી પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ ગભરાઇ ગયું છે.
ભારતમાં લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીથી માંડીને રવીનાથ સુધીના નેતાઓએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બને લઇને જોરદાર મજાકો કરતા અને પીઓકે (પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીર) પર કબ્જો મેળવવાની વાત કરતા ભડકેલા પાકિસ્તાને ભારતને પરમાણુ બોમ્બની ફરી ધમકી આપી છે.
પાકિસ્તાનના પરમાણુ બોમ્બની સંભાળ રાખનાર નેશનલ કમાન્ડ ઓથોરીટીના સલાહકાર લેફટેનેન્ટ જનરલ (રીટાયર) ખાલીદ અહમદ કિદવાઇએ ચીમકી આપી હતી કે પાકિસ્તાનની પરમાણુ બોમ્બને લઇને કોઇ ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ નથી.
કિદવાઇએ કહ્યું હતું પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ પુરેપુરો તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ચાલી રહેલી ચર્ચાથી પાકિસ્તાની સૈન્ય નેતૃત્વ ગભરાઇ ગયું છે. આથી તે જવાબી કાર્યવાહી માટે પગલા ઉઠાવી રહ્યું છે. જેથી પાકિસ્તાન પર કાંઇ પહેલા પરમાણુ હુમલો ન કરી શકે.
Poll not found



