વિશ્વ

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી , મની ફોજદારી કેસમાં ખોટા બિઝનેસ રેકોર્ડના તમામ 34 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા ,

ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે, એમને હશ મની કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર 34 આરોપ લગાવવામાં આવ્યા હતા અને હવે તેને 11 જુલાઈએ સજા સંભળાવવામાં આવશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કમાં ઐતિહાસિક હશ મની ફોજદારી કેસમાં ખોટા બિઝનેસ રેકોર્ડના તમામ 34 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ નિર્ણય એક ઐતિહાસિક ક્ષણ હતી કારણ કે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં એવા પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે જેમને ગંભીર ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

આ નિર્ણય બાદ હવે બાયડને એમની પર નિશાન સાધ્યું છે. એક નિવેદન જારી કરીને કહ્યું કે ટ્રાયલ દર્શાવે છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. આ સિવાય એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પે આપણી લોકશાહી માટે જે ખતરો ઉભો કર્યો છે તેનાથી મોટો ખતરો આજ સુધી ક્યારેય નહોતો.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા આપવા બદલ ન્યૂયોર્કના ફોજદારી ટ્રાયલ સાથે જોડાયેલા કેસમાં 34 ગુના માટે દોષિત ઠેરવ્યા છે. આ સર્વસંમત ચુકાદા સુધી પહોંચતા પહેલા 12 જ્યુરીઓએ બે દિવસ સુધી ચર્ચા કરી હતી એ બાદ આ નિર્ણય આપ્યો હતો.

રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પની સજા માટે 11 જુલાઈની તારીખ નક્કી કરી છે. જાણીતું જ છે કે આગામી થોડા દિવસોમાં રિપબ્લિકન પાર્ટી દ્વારા તેમને 2024 માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને એવામાં એમને 11 જુલાઈના રોજ સજા સંભળાવવામાં આવશે, એ સમયે તેમને જેલ પણ થઈ શકે છે.

કેસ વિશે વાત કરીએ તો રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે 2016ની ચૂંટણીની પૂર્વસંધ્યાએ ડેનિયલ્સને $130,000 આપ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધો હતા. આ રકમ તેમને ચૂપ રહેવા માટે આપવામાં આવી હતી, જેથી તેમના ચૂંટણી પ્રચારને અસર ન થાય.

News Click 24

Poll not found

Related Articles

Back to top button