બ્રેકીંગ ન્યુઝ
ચારધામમાં ધસારો યથાવત વીઆઈપી દર્શન 10 જુન સુધી બંધ ,
રજીસ્ટ્રેશન વિના પહોંચતા શ્રદ્ધાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. યમુનોત્રીમાં કલમ 154 લાગુ પાડવાની ફરજ પડી છે તેના વિરોધમાં આજે હોટલ એસોસીએશને બંધનું એલાન આપ્યુ છે.
હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા શરૂ થતાની સાથે જ ભાવિકોની અભૂતપૂર્વ ભીડ જામી રહી હોવાથી શ્રેણીબદ્ધ પગલા લેવામાં આવ્યા જ છે. વીઆઈપી દર્શન બંધ કરવાની જાહેરાત થઈ હતી. હવે આ નિર્ણય 10 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે. ભાવિકોને દર્શનમાં વિક્ષેપ ન પડે તે માટે વીઆઈપી દર્શન બંધ કરાયા છે. ઉતરાખંડના મુખ્ય સચિવ દ્વારા આ મામલે તમામ રાજયોને પત્ર પાઠવ્યો છે. અભૂતપૂર્વ ધસારાને રોકવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તથા વેરીફીકેશનનો નિયમ પણ લાગુ કરાયો જ છે.
રજીસ્ટ્રેશન વિના પહોંચતા શ્રદ્ધાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. યમુનોત્રીમાં કલમ 154 લાગુ પાડવાની ફરજ પડી છે તેના વિરોધમાં આજે હોટલ એસોસીએશને બંધનું એલાન આપ્યુ છે.
Poll not found