ગુજરાત

રાજકોટમાં ફાયર એનઓસી વગરની જોખમી મિલ્કતો સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે વેપારી વર્ગમાં અનેક સવાલો સાથે ભયનો માહોલ પણ સર્જાઇ ગયો છે.

ફાયર NOC લેવાનું કોને? કંઇક પ્રકાશ તો પાડો-વેપારીઓમાં ભય

રાજકોટમાં ફાયર એનઓસી વગરની જોખમી મિલ્કતો સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને ધડાધડ નોટીસો અપાઇ રહી છે ત્યારે વેપારી વર્ગમાં અનેક સવાલો સાથે ભયનો માહોલ પણ સર્જાઇ ગયો છે. નાના મોટા દુકાનદારોથી માંડી નાની હોટલ, સુપર માર્કેટ જેવા ધંધાર્થીઓએ ફાયર એનઓસી લેવાનું કે નહીં, જો લેવાનું હોય તો કયા નિયમને  અનુસરવા તે સહિતની ચિંતાઓ સર્જાઇ ગઇ છે.  વેપારીઓના આ સવાલોનો મારો મહાપાલિકા કચેરી સુધી પહોંચ્યો છે તો ચૂંટાયેલા કોર્પોરેટરો સહિતના લોકોને પણ ઇન્કવાયરી આવવા લાગી છે.  આખરે એનઓસી લેવા માટેના નિયમો ઉપર તો કંઇક પ્રકાશ પાડો તેવું ધંધાર્થીઓ કહી રહ્યા છે બીજી તરફ ફાયર એનઓસીના સાધનો લેવાની જરૂર પડે તો અછતના સમયમાં કયાંથી લેવા અને ત્યાં સુધી શું ધંધા બંધ રાખવા તેવું લાગુ વર્ગ પૂછી રહ્યો છે.

મહાપાલિકામાં ઇન્કવાયરી કરતા જાણકાર લોકોને ર0ર1ના નવા ફાયર સેફટી કાયદા અંગે અંગ્રેજીમાં માહિતી આપી દેવામાં આવે છે. પરંતુ અમલવારી કઇ રીતે તે બહુ સ્પષ્ટ થતું નથી. જો લાયસન્સ લેવાનું થાય તો સૌ પહેલા કયાં જવું,  ફોર્મ કોણ આપશે, કયા કયા દસ્તાવેજ જોડવા તે સમજાતું નથી એ પહેલા પણ નિયમ મુજબ કયા ધંધા માટે લાયસન્સ લેવું જરૂરી છે તે સ્પષ્ટતાની જરૂર છે. લોરાઇઝ બિલ્ડીંગમાં નિયમ હળવા છે. તો આવી જગ્યાએ કોમર્શિયલ મિલ્કત પણ હોય તો શું કરવું?

ખાણીપીણીના ધંધાર્થી, દૂધ અને મીઠાઇની ડેરીઓ, કાપડ અને ગારમેન્ટના વેપારીઓ, ફ્રુટ અને સ્ટીલનો ધંધો કરતા વેપારીઓને શું લાગુ પડશે તે સવાલ છે. આ તમામ બાબતો અંગે વેપારીઓને ફરી સરળ ભાષામાં સમજણ આપવી જરૂરી છે. અન્યથા ભય વધી જશે. નવનિયુકત કમિશ્નર દેવાંગ દેસાઇ વેપારી વર્ગને સરળ ભાષામાં સમજાય તે રીતે માર્ગદર્શન જાહેર કરે તેવી માંગણી વેપારી સંગઠનો કરવા લાગ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button