ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ, એક બેઠક પર કૉંગ્રેસ આગળ , સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે
આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

જામનગરથી જે.પી.મારવીયા આગળ. જામનગરથી જે.પી.મારવીયા 3840 મતથી આગળ. જામનગરથી ભાજપના પૂનમ માડમ પાછળ. બનાસકાંઠા અને જામનગર બેઠકથી કૉંગ્રેસ આગળ.
બનાસકાંઠા લોકસભાના પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ. પ્રથમ રાઉન્ડમાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર 1500 મતોથી આગળ
રાજકોટ 71 ગ્રામ્ય વિધાનસભામાં પરસોતમ રૂપાલા ને 15,000ની લીડ.
ગુજરાતની 16 બેઠક પર ભાજપ આગળ.
ગુજરાતની એક બેઠક પર કૉંગ્રેસ આગળ.
ખેડા બેઠકથી દેવુસિંહ ચૌહાણ આગળ.
જૂનાગઢ બેઠકથી ભાજપના રાજેશ ચુડાસમા આગળ.
કચ્છથી ભાજપના વિનોદ ચાવડા આગળ.
દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ.
છોટા ઉદેપુરથી ભાજપના જશુ રાઠવા આગળ.
ગાંધીનગરથી અમિત શાહ આગળ.
નવસારી બેઠકથી સી.આર.પાટીલ આગળ.
આણંદથી ભાજપના મિતેશ પટેલ આગળ.
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ આગળ.
વડોદરાથી ભાજપના હેમાંગ જોશી આગળ.
પોરબંદરથી મનસુખ માંડવીયા આગળ.
અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભાજપ આગળ.
પાટણથી કૉંગ્રેસના ચંદનજી ઠાકોર આગળ.
મુંબઈ નોર્થ બેઠકથી પિયુષ ગોયલ આગળ.