મહારાષ્ટ્રમાં ભાજપનું મોટું ગાબડું: અજીત પવારની પાર્ટીના સૂપડા સાફ: શિંદેથી ઉદ્ધવ આગળ નીકળ્યા
શરદ પવારની એનસીપી પાર્ટી 8 બેઠકો પર આગળ

મહારાષ્ટ્રની તમામ 48 બેઠકો પર લોકસભા ચૂંટણીના પરિણામોના વલણો સામે આવ્યા છે, જેમાં ઈન્ડિયા ગઠબંધને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ટક્કર આપી છે. આ ઉપરાંત શરદ પવારની પાર્ટીમાં બળવો કરી મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનનાર અજિત પવારની પાર્ટીના સૂપડાં સાફ થઈ ગયા હોય, તેવું ચિત્ર સામે આવ્યું છે.
તમામ બેઠકોના પરિણામોનો વલણની વાત કરીએ તો રાજ્યની 48 બેઠકોમાંથી ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance) 28 બેઠકો પર આગળ છે, જ્યારે એનડીએ 19 બેઠકો પર લીડ કરી રહી છે. અન્ય પક્ષોમાં એક બેઠક જતી દેખાઈ રહી છે.
રાજ્યમાં પક્ષ મુજબ બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસ 10 બેઠકો પર, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટી (Shiv Sena UBT) 10 બેઠકો પર જ્યારે શરદચંદ્ર પવાર NCP પાર્ટી આઠ બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 13 બેઠકો પર, એકનાથ શિંદે ની શિવસેના 5 બેઠકો પર અને અજિત પવાર ની એનસીપી પાર્ટી માત્ર એક બેઠક પર આગળ હોવાનું દેખાઈ રહ્યું છે.
રાજ્યમાં ગત લોકસભા ચૂંટણીની વાત કરીએ તો, ભાજપે રાજ્યની 48 લોકસભા બેઠકો 25 બેઠકો પર ઉતારેલા ઉમેદવારોમાંથી 23 ઉમેદવારોનો વિજય થયો હતો,
જ્યારે શિવસેનાએ રાજ્યના 23 ઉમેદવારોમાંથી 18, એનસીપીના 19માંથી ચાર, કોંગ્રેસના 25માંથી એક ઉમેદવારનો વિજય થયો હતો. જ્યારે અઈંખઈંખએ એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો અને તેનો વિજય થયો હતો. જ્યારે એક બેઠક અપક્ષને ફાળે પણ ગઈ હતી.