ગુજરાત

લોકસભા ચૂંટણી 2024નું પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી યોજાઈ. જેમાં ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર કબજો કરતું નજરે પડી રહ્યું છે

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલાઓની વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે

લોકસભા ચૂંટણી 2024નું પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ગુજરાતની 25 બેઠકો પર પણ મતગણતરી યોજાઈ. જેમાં ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર કબજો કરતું નજરે પડી રહ્યું છે. લોકસભા ચૂંટણીના પરિણામોથી જોડાયેલી તમામ અપડેટ્સ જાણવા માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહો.

ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલાઓની વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા.

  • શંકર ચૌધરીનો બનાસકાંઠાના લોકોમાં વિરોધની વાતો
  • વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા મતદાન કરાવ્યાની ચર્ચા
  • નવા જ ઉમેદવારને મેદાને ઉતારવા ભારે પડ્યું
  • ગેનીબેનની સ્વચ્છ છબી અને હળવો અંદાજ કામ લાગી ગયો
  • ઠાકોર સમાજના મહિલા નેતાને મેદાને ઉતારી સમાજને પોતાની તરફ કર્યો
  • ઠાકોર સમાજનો ઉત્સાહ મતમાં પરિવર્તીત થયો
  • આશરે 1 લાખ જેટલા ક્ષત્રિય મતદારોનો પણ રોલ હોવાની ચર્ચા
  • ભાજપનો આંતરિક ડખો જ ભાજપ માટે વિલન બન્યો
  • ઈતર કોમની અવગણના કરી એક જ સમાજને ટિકિટ આપતા ભાજપને નુક્સાન
  • પરબત પટેલથી નારાજ એક જૂથનો ફાયદો કોંગ્રેસને થયાની ચર્ચા
  • પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતાએ કોંગ્રેસને ફાયદો કરાવ્યો

જામનગર લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત પૂનમ માડમની જીત થતા રિવાબા જાડેજાએ અભિનંદન પાઠવ્યા.

ભરૂચની લોકસભા બેઠક પર સતત 11મી વખત ભાજપનું કમળ ખીલ્યું છે. ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 6,08,157 વોટ મેળવીને 86,696ની લીડ સાથે સતત સાતમી વખત જીત્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 5,22,461 વોટ મળ્યા હતા. ચૈતર વસાવા ઘણીવાર ભરૂચમાં 50 હજાર વોટના અંતરથી જીતનો દાવો કર્યો હતો, જોકે આખરે મનસુખ વસાવાએ મોટા અંતરથી જીત મેળવી હતી.

26 માંથી માત્ર ચાર બેઠક પર પાંચ લાખની લીડ ,

ગાંધીનગર- અમિત શાહ- 744716 લીડ
નવસારી- સી આર પાટિલ- 773551 લીડ
વડોદરા- હેમાંગ જોશી- 582126 લીડ
પંચમહાલ- રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ- 509342 લીડ

  • ગેનીબેનની લોકપ્રિયતાને ઓછામાં આંકી
  • જ્ઞાતિગત સમિકરણ સેટ કરવામાં નિષ્ફળ
  • આંતરિક વિખવાદને ખાળવામાં અસફળ
  • એક જ સમાજને ટિકિટ આપતા નારાજગી વ્યાપાની ચર્ચા
  • ક્ષત્રિયોના ઓછા મતની અવગણના કરવી ભારે પડી
  • શંકર ચૌધરીના ડેરી સંસ્થાનમાં આધિપત્યથી લોકોમાં હતી નારાજગી
  • લોકોની નારાજગી ગેનીબેન તરફ ખેચી ગયાની ચર્ચા
  • પરબત પટેલથી નારાજ એક જૂથને ખાળવામાં નિષ્ફળ રહ્યાની ચર્ચા

ગુજરાતમાં લોકસભાના પરિમામો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. મોદીની ગેરેન્ટી તરીકે આપેલા વચનો સરકાર પૂર્ણ કરશે. અમે નિર્ધારિત કરેલા વિજયના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નથી. અમે પ્રજાની વચ્ચે જવાનું ચાલું રાખ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે,  લોકશાહીમાં સમાનતા જરૂરી છે. સમાન વ્યવસ્થા બંને બાજુ હોવી જોઈએ. સરકારે વિપક્ષના એકાઉન્ટ ફ્રીઝ કર્યા. કોંગ્રેસના કાર્યકરોએ ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા. બનાસની જનતાએ હેટ્રીકને તોડી છે. બનાસના લોકોએ ગેનીબેનની આર્થિક મદદ કરી. તમામ જગ્યાએ કોંગ્રેસ મજબૂતીથી લડી. ગુજરાતની જનતાનો આભાર.જનતાએ અહંકારને ટક્કર આપી છે. પાંચ લાખની લીડની જીતનો ભાજપનો અહંકાર તૂટ્યો છે.

લોકસભાના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતની 25 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થતી નજરે પડી રહ્યું છે. જેમાં એક બેઠક કોંગ્રેસે જીતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. ગુજરાતમાં લોકસભાના પરિણામો અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, કમનસીબે અમે ગુજરાતમાં તમામ બેઠક ન જીતી શક્યા. બનાસકાંઠામાં મતદારોની નારાજગી હશે, જેથી અમે બેઠક ગુમાવી છે. તેના પર મંથન કરીશું, શું કારણ રહ્યું. 24 બેઠકો અમે જ્વલંત બહુમત સાથે જીત્યા છીએ. આ જીત ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. એક બેઠક ગુમાવવાનો અમને અફસોસ છે, પરંતુ 25 બેઠકો જીતવાનો આનંદ છે. 4 બેઠકો પર અમને 5 લાખથી વધુની લીડ મળી છે. 2 બેઠકો પર અમને 7 લાખથી વધુની લીડ મેળવી છે.

દેશમાં NDA ગઠબંધનને બહુમતી મળતી જોવા મળી રહી છે. ગુજરાતમાં ભાજપે 25 બેઠકો પર જીત મેળવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કમલમ પહોંચ્યા છે.

ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીની હાર થઈ છે. ત્યારે ગેનીબેને કહ્યું કે, ‘બનાસકાંઠાની જતનાની જીત થઈ છે.’ ગુલાબસિંહ કહ્યું કે, ‘બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું.’ તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ગેનીબેન વાવના ધારાસભ્ય છે. ગેનીબેનની જીતથી પ્રદેશ કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદેશ કાર્યાલય પર ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે.

બનાસકાંઠા લોકસભાના 20માં રાઉન્ડમાં કોંગ્રેસ આગળ

  • ગેનીબેન ઠાકોર- 6,00,703
  • રેખાબેન ચૌધરી- 5,83,784
  • આગળ કોંગ્રેસ- 16,919
લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ કોની જીત? માર્જિન
રાજકોટ પરશોત્તમ રૂપાલા પરેશ ધાનાણી ભાજપ 480989
જૂનાગઢ રાજેશ ચુડાસમા હીરા જોટવા ભાજપ 135494
જામનગર પુનમબેન માડમ જે.પી. મારવિયા ભાજપ 237171
પોરબંદર મનસુખ માંડવિયા લલિત વસોયા ભાજપ 380285
અમરેલી ભરત સૂતરિયા જેનીબેન ઠુંમર ભાજપ 321068
ભાવનગર નીમુબેન બાંભણિયા ઉમેશ મકવાણા (AAP) ભાજપ 455289
સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ઋત્વિક મકવાણા ભાજપ 260907
કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ ભાજપ 267595
બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ 31923
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર ભાજપ 30457
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર ભાજપ 328046
સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી ભાજપ 155027
ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેલ ભાજપ 744716
અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ હિંમતસિંહ પટેલ ભાજપ 461755
અમદાવાદ પશ્ચિમ઼ દિનેશ મકવાણા ભરત મકવાણા ભાજપ 286437
આણંદ મિતેશ પટેલ અમિત ચાવડા ભાજપ 89939
ખેડા દેવુસિંહ ચૌહાણ કાળુસિંહ ડાભી ભાજપ 357758
વડોદરા ડો. હેમાંગ જોશી જશપાલસિંહ પઢિયાર ભાજપ 582126
દાહોદ જસવંતસિંહ ભાભોર ડો. પ્રભાબેન તાવિયાડ ભાજપ 333496
પંચમહાલ રાજપાલસિંહ જાદવ ગુલાબસિંહ ચૌહાણ ભાજપ 509342
છોટાઉદેપુર જશુભાઈ રાઠવા સુખરામ રાઠવા ભાજપ 397294
ભરૂચ મનસુખ વસાવા ચૈતર વસાવા (AAP) ભાજપ 87070
બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી ભાજપ 231818
નવસારી સી.આર. પાટીલ નૈષધ દેસાઈ ભાજપ 773551
વલસાડ ધવલ પટેલ અનંત પટેલ ભાજપ 210704
સુરત મુકેશ દલાલ (બિનહરીફ) નિલેશ કુંભાણી (સસ્પેન્ડ) ભાજપની જીત ભાજપની જીત

 

 

 

News Click 24

Poll not found

Related Articles

Back to top button