નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠકમાં ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. એનડીએ સંસદીય દળની બેઠકમાં બોલતા, ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, ’બધાને અભિનંદન આપીએ છીએ કારણ કે અમને પ્રચંડ બહુમતી મળી છે.
દિલ્હીમાં જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત એનડીએ સંસદીય દળની બેઠકમાં બોલતા, ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, "...નરેન્દ્ર મોદીમાં વિઝન અને ઉત્સાહ છે, તેમનો અમલ ખૂબ જ સારો છે. તેઓ તેમની તમામ નીતિઓને અમલમાં મૂકે છે.

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની બેઠકમાં ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. એનડીએ સંસદીય દળની બેઠકમાં બોલતા, ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, ’બધાને અભિનંદન આપીએ છીએ કારણ કે અમને પ્રચંડ બહુમતી મળી છે.
મેં ચૂંટણી પ્રચાર દરમિયાન જોયું છે કે પીએમ મોદીએ ત્રણ મહિના સુધી ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો. તેણે એ જ ભાવનાથી શરૂઆત કરી અને એ જ ભાવના સાથે અંત પણ કર્યો.
આંધ્રપ્રદેશમાં પીએમએ 3 જાહેર સભાઓ અને 1 મોટી રેલી કરી અને આંધ્ર પ્રદેશમાં ચૂંટણી જીતવામાં ઘણો ફરક પડ્યો છે. ટીડીપીના વડા ચંદ્ર બાબુ નાયડુએ કહ્યું કે મોદીના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બની. દેશના વિકાસની ગતિ આગળ પણ ચાલુ રહેશે. ભારત સૌથી વધુ વિકાસ દર સાથે વિકાસ કરી રહ્યું છે. નાયડુએ કહ્યું કે અમે સબકા સાથ, સબકા વિકાસ અને વિકસિત ભારત માટે તેમને અમારું સમર્થન આપીએ છીએ. દિલ્હીમાં જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત એનડીએ સંસદીય દળની બેઠકમાં બોલતા, ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, “…નરેન્દ્ર મોદીમાં વિઝન અને ઉત્સાહ છે, તેમનો અમલ ખૂબ જ સારો છે. તેઓ તેમની તમામ નીતિઓને અમલમાં મૂકે છે.