જાણવા જેવું

મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર

શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી છે.

લોકસભા ચૂંટણીમાં જીત બાદ નરેન્દ્ર મોદીને ન માત્ર ભારત પણ દુનિયાભરથી શુભેચ્છાઓ મળી રહી છે. આ દરમિયાન હવે અબજોપતિ ઉદ્યોગપતિ અને ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના CEO એલન મસ્કે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. મસ્કે કહ્યું કે, તેમની કંપનીઓ ભારતમાં કામ કરવા ઉત્સુક છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી, વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક ચૂંટણીમાં તમારી જીત બદલ અભિનંદન. મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે.

આ પહેલા શુક્રવારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિએ મોદીને વડાપ્રધાન પદ માટે નોમિનેટ કર્યા હતા. તેઓ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા તૈયાર છે. મોદીના નેતૃત્વમાં NDAએ 543 લોકસભા સીટોમાંથી 293 સીટો જીતી છે. નોંધનિય છે કે,ચૂંટણી પહેલા મસ્કે ભારતની મુલાકાતની જાહેરાત કરી હતી. જોકે બાદમાં તેમણે પોતાનો ભારત પ્રવાસ સ્થગિત કરી દીધો હતો.

ગયા વર્ષે જૂનમાં જ્યારે નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે એલન મસ્ક તેમને ત્યાં મળ્યા હતા. આ દરમિયાન પોતાને મસ્કે કહ્યું હતું કે, ટેસ્લા ભારતમાં રોકાણ કરશે. ટેસ્લાની જેમ કંપનીએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે, તે $24,000ની કિંમતની EVsનું ઉત્પાદન કરવા માટે ભારતમાં ફેક્ટરી ખોલવામાં રસ ધરાવે છે. એલન મસ્કે 2019ની શરૂઆતમાં ભારતમાં રોકાણ કરવા માટે સૌપ્રથમ રસ દર્શાવ્યો હતો. જોકે તેમણે ઊંચા આયાત કર અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ભારત સરકાર સ્પષ્ટપણે કહે છે કે, જો ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે તો રાહતો પર વિચાર કરવામાં આવશે. સરકારે ટેસ્લાને ભારતમાં ચીની બનાવટની કાર વેચવાની પરવાનગી આપી નથી. સરકારે એલન મસ્કની કંપનીને દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા કહ્યું હતું જેથી સ્થાનિક વેચાણ અને નિકાસ માટે ઉત્પાદન કરી શકાય.

News Click 24

Poll not found

Related Articles

Back to top button