ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 8 August 2024

8 ઓગસ્ટ 2024નો દિવસ જ્યોતિષોના મતે ખુબ ખાસ રહેવાનો છે. આ તારીખે 888નો જાદુઈ આંકડો બની રહ્યો છે. આવતીકાલે 8 તારીખ છે અને અંગ્રેજી કેલેન્ડરમાં ઓગસ્ટ મહિનો 8મો હોય છે. 2024ના બધા અંકોનો સરવાળો કરવા પર પણ 8 નંબર થાય છે.


મેષ
અ , લ , ઇ
વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે. ભેટ કે સન્માન વધશે. રચનાત્મક પ્રયાસો ફળ આપશે.

વૃષભ
ડ, હ
આજે કોઇ નવી સંપત્તિ ખરીદવાનો સંકેત છે, જમીન-જાયદાદ સાથે જોડાયેલા કોઇ મામલાનો ઉકેલ મળશે. જો લાંબા સમયથી દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ હતો તો તે પણ આજે દૂર થઇ જશે. તમારાં મનની વાત માતા સાથે કરી શકો છો.

મિથુન
બ, વ, ઉ, એ
આજે દિવસ ખર્ચાળ રહી શકે છે, કેટલાંક અનાવશ્યક ખર્ચથી પરેશાની રહેશે. તમે તેને નિયંત્રિત કરવાની પૂર્ણ કોશિશ કરશો. વૈવાહિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ આજે દૂર થઇ જશે. નોકરીમાં સારી ઓફર મળી શકે છે

કર્ક
ક, છ, ઘ, હ
આવક અને વ્યયને લઇ બજેટ બનાવીને રાખો, ત્યારે જ તમારાં ખર્ચને સીમિત કરી શકશો. કેટલાંક નવા ખર્ચ જોડાવાથી પણ ધન ખર્ચ થશે. બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળી શકે છે.

સિંહ
મ, ટ
આજે નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે, કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો. સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ થવાની સંભાવના છે. કોઇ મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો, નહીં તો પરેશાની થઇ શકે છે.

કન્યા
પ, ઠ, ણ, ટ
આજે દિવસ મહેનત કરવનો રહેશે, બિઝનેસમાં નફો કમાવવા માટે વધારે મહેનત કરવી પડશે. આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે, તમારી વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે. જે જાતકો વ્યવસાયની યોજના બનાવી રહ્યા છે, તેઓને કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.

તુલા
ન, ય
આજે દિવસ દરમિયાન તમારે સાવધાન અને સતર્ક રહેવું જોઇએ, તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓને લઇ પરેશાન હોવ તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરો. કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો, ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

વૃશ્ચિક
ર, ત
આજે દિવસ અન્ય દિવસોની સરખામણીએ સારો રહેશે, બિઝનેસમાં કોઇની સાથે પાર્ટનરશિપ કરશો તો લાભ મળવાની સંભાવના છે. કોઇ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળાથી ખુશી રહેશે.

ધન
ય, ધ, ફ, ભ
તમારું મન પ્રસન્ન રહેશે. અધૂરા કાર્ય પૂર્ણ થાય. વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે. અનુભવથી શીખવા મળે. કોઈને પૈસા ઉધાર આપવા નહિ. તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે. નોકરીમાં સફળતા મળી.

મકર
ભ, જ, ખ, ગ
આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે. તમારા કામ ઉપર ધ્યાન આપો. ફસાયેલા પૈસા મળવાની આશા છે. સમજી-વિચારીને નિર્ણય લો. ભૂલને ધીરજ અને શાંતિથી સમજો. પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.

કુંભ
ગ, સ, શ, ષ, દ
“તમારા વખાણ થાય. બિનજરૂરી દલીલબાજી કરવી નહિ. તમારો સમય વેડફાશે . નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે. પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે. જીવન નવો વળાંક લઈ શકે છે. વિશ્વાસ જલ્દી ના મૂકો. ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય. “

મીન
દ, ચ, ઝ, થ
“પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે. વધુ મહેનત કરવાની જરૂર છે. ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો. કોઈ કામમાં અડચણો આવી શકે છે. માનસિક પરેશાની થઈ શકે છે. કરિયરને કારણે તણાવ અનુભવાય ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
News Click 24

Poll not found

Related Articles

Back to top button