ભારત

ત્રણ લાખનુ ઈનામ ધરાવતો આઈએસનો ત્રાસવાદી ‘સૌથી ખતરનાક’ની શ્રેણીમાં હતો: આઝાદી પર્વમાં ગરબડ સર્જવા ષડયંત્ર રચાયુ છે કે કેમ સહિતના મુદ્દે પુછપરછ

સ્વતંત્રતા પર્વ અગાઉ જ દિલ્હીમાંથી ‘મોસ્ટ વોન્ટેડ’ ત્રાસવાદી ઝબ્બે

આગામી સપ્તાહમાં દેશના સ્વતંત્રતા દિવસના પાંચ દિન પુર્વે જ પાટનગર દિલ્હીમાંથી આઈએસ (ઈસ્લામીક સ્ટેટ)નો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ઝડપાતા ખળભળાટ સર્જાયો છે. મોટુ ષડયંત્ર નિષ્ફળ બનાવવાનું માનવામાં આવે છે.

દિલ્હીની સ્પેશ્યલ સેલ પોલીસ દ્વારા આઈએસના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી રિઝવાન અલીની આજે પરોઢીયે ધરપકડ કરી હતી. તેના માથા પર ત્રણ લાખનુ ઈનામ જાહેર કરાયુ હતું તેના પરથી જ તે કેટલો ખતરનાક હતો તેની સાબીતી મળી જાય છે. આઈએસના પુના મોડયુલ સાથે તે સંકળાયેલો હતો અને ત્રાસવાદી સંગઠનમાં ક્રુર-ખતરનાકની ઓળખ ધરાવતો હતો.

પુના પોલીસની કસ્ટડીમાંથી નાસી ગયેલા રિઝવાન અબ્દુલ હાજી અલી સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા પણ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. દિલ્હીના દરિયાગંજનો જ મૂળ રહેવાસી રિઝવાન અલી પાટનગરમાં હોવાની બાતમીના આધારે વહેલી સવારે પોલીસે ઓપરેશન કર્યુ હતું. રિઝવાન દિલ્હી તથા મુંબઈના અનેક દેશ વિરોધી ત્રાસવાદ સંબંધી ઘટનાક્રમમાં સામેલ હતો. આઈએસના પુના મોડયુલના અન્ય સભ્યો સાથે સંકલન કરતો હતો.

દિલ્હી પોલીસે પરોઢીયે ધરપકડ કરતા તેના કબ્જામાંથી હથિયાર પણ મળી આવ્યુ હતું. પુના પોલીસ તથા નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ભૂતકાળમાં અનેક આઈએસ મોડયુલનો પર્દાફાશ કર્યો હતો.

ભારતના સ્વતંત્રતા દિનના પાંચ દિવસ પુર્વે જ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી ઝડપાતા સુરક્ષા તંત્ર સ્તબ્ધ થયુ છે. આઝાદી દિને ગરબડ સર્જવાના ષડયંત્ર વિશે ગુપ્તચર વિભાગ દ્વારા બાતમી આપવામાં આવી હોવાથી સુરક્ષાતંત્ર એલર્ટ મોડ પર રહ્યુ જ હતું.

તેવા સમયે 3 લાખના ઈનામી ત્રાસવાદીની ધરપકડ પછી તેની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરવામાં આવી છે. સ્વાતંત્ર્ય પર્વે ગરબડ સર્જવા કોઈ ષડયંત્ર છે કે કેમ અને અન્ય સાગ્રીતો-ત્રાસવાદીઓ મૌજૂદ છે કે કેમ સહિતના મામલે ઉલટતપાસ શરૂ કરવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button