ભારત

મહિને રૂા. 8500 આપવાનું લોકસભા ચૂંટણી વચન ન નિભાવ્યુ કોંગ્રેસના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠરાવવા PIL

અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી જનપ્રતિનિધિત્વ અધિનિયમનું ઉલ્લંઘન કર્યાની દલીલ પાર્ટીની નોંધણી રદ્દ કરવા તથા પક્ષનું પ્રતિક જપ્ત કરવાની પણ માંગ

લોકસભા ચૂંટણીમાં સરકાર બને તો દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાનો કોંગ્રેસ પાર્ટીનો વાયદો હવે કાયદાની કસોટી પર ચકાસાશે. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ એ નિવેદનના આધારે દાખલ કરવામાં આવી છે કે પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે.

અરજીમાં કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવા, પાર્ટીનું ચૂંટણી ચિન્હ જપ્ત કરવા અને પાર્ટીની નોંધણી રદ કરવાની માંગણી કરવામાં આવી છે અલ્હાબાદમાં હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આગામી સપ્તાહે હાઈકોર્ટમાં પીઆઈએલની સુનાવણી થવાની સંભાવના છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જનતાને ગેરંટી કાર્ડ યોજના વિશે જણાવ્યું હતું, જેના હેઠળ ગરીબ, પછાત, દલિત અને લઘુમતીઓને 8500 રૂપિયા મળશે. ચૂંટણી બાદ જુલાઈ મહિનાથી તેમના બેંક ખાતામાં દર મહિને જમા કરાવવાનું વચન આપ્યું હતું.

આ રકમ તરત જ ખાતામાં ટ્રાન્સફર થઈ જશે તેવું કહેવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી બાદ આ વચન સાવ જૂઠું નીકળ્યું. આ વચન સાથે કોંગ્રેસ સહિતના સાથી પક્ષોને મત આપનારને મહિને સાડા આઠ હજાર રૂપિયાની ગેરંટી આપવામાં આવી હતી. આ પ્રોમિસરી નોટમાં વોટના બદલામાં પૈસા આપવાની લાલચ આપવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીની આ પ્રોમિસરી નોટ પર અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે, એક સ્વીકૃતિ રસીદ પણ હતી, જેનાથી લોકોને વિશ્વાસ થયો કે તેમને મતદાન કર્યા પછી ચોક્કસપણે પૈસા મળશે. ચૂંટણી પંચે 2 મેના રોજ આ અંગે એડવાઈઝરી પણ જારી કરી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો અમલ કર્યો ન હતો.

અરજદારનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીનું આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 121 (1) (એ)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ સાથે, તે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય દંડ સંહિતા હેઠળ સજાપાત્ર ગુનો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button