ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી કેસરી કલરની ટ્રાયલ દોડાવવામાં આવી છે
20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવી હતી. જેમાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ટીમ અમદાવાદ પહોંચી છે અને ટ્રાયલ રેકમાં ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી કેસરી કલરની ટ્રાયલ દોડાવવામાં આવી છે. આજે 9 ઓગસ્ટ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવી હતી. જેમાં રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની ટીમ અમદાવાદ પહોંચી છે અને ટ્રાયલ રેકમાં ઈક્વિપમેન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
વદે ભારત ટ્રેનનો સારો પ્રતિસાદ મળ્યા બાદ પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે સાત વાગ્યે કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ટ્રેન બપોરે 12.15 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચાડશે. 20 કોચની નવીન ટ્રેન માત્ર સવા પાંચ કલાકમાં મુંબઈ પહોંચાડશે. આ ટ્રેનની ખાસ વાત છે કે, તેની સ્પીડ 130 કિલોમીટરની ઝડપ છે અને તેમાં 24 કલાક RPF જવાન તૈનાત કરવામાં આવશે. આ ટ્રેનમાં કુલ 20 ડબ્બા છે જેમાં પહેલેથી ચાલી રહેલા 14C + 2E કોચમાં વધુ 4C કોચ ઉમેરવામાં આવ્યા છે.
ટ્રેનોની ગતિ અને સલામતી વધારવા માટે, ભારતીય રેલ્વેની ‘કવચ’ ટેક્નોલોજીનો ઉપયોગ સમગ્ર રૂટ પર કરવામાં આવી રહ્યો છે. ‘કવચ’ લગાવેલી ટ્રેનો માટે અથડામણ કરવી અશક્ય છે, કારણ કે અથડામણ પહેલા ટ્રેન ઓટોમેટિક બ્રેક લગાવશે. ડિસેમ્બર 2022 માં, પશ્ચિમ રેલ્વે પર 735 કિમી પર 90 એન્જિનમાં ‘કવચ’ ફીટ કરવા માટે 3 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા, જેનું કામ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ રેલવે પર આ ટેક્નોલોજીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વડોદરા-અમદાવાદ સેક્શનમાં 62 કિમી, વિરાર-સુરત પર 40 કિમી અને વડોદરા-રતલામ-નાગડા સેક્શનમાં 37 કિમી પર ટ્રાયલ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ‘મિશન રફ્તાર’ પ્રોજેક્ટ પાંચ વર્ષ પહેલા દિલ્હી અને મુંબઈ વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત પહેલા 130 કિમી અને પછી 160 કિમી સુધી અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે. લાંબા અંતરને આવરી લેતી ટ્રેનો મુસાફરોને સલામત અને ટૂંકા સમયમાં પૂરી પાડવામાં આવશે.



