સ્વાતંત્ર્ય દિન પર્વે દિલ્હીમાં ધ્વજારોહણનો મામલો હવે દિલ્હી સરકાર અને એલજી ઉપરાજયપાલ વચ્ચે નવા ટકરાવનું કારણ બન્યો છે. કેજરીવાલની જગ્યાએ આતિશી ધ્વજારોહણ નહીં કરી શકે
જીએડીએ નિયમોનો હવાલો આપી પ્રસ્તાવ ફગાવ્યો

સ્વાતંત્ર્ય દિન પર્વે દિલ્હીમાં ધ્વજારોહણનો મામલો હવે દિલ્હી સરકાર અને એલજી (ઉપરાજયપાલ) વચ્ચે નવા ટકરાવનું કારણ બન્યો છે. દિલ્હી સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે આજે જેલમાં રહેલા મુખ્યમંત્રી કેજરીવાલના એ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
જેમાં તેમણે સ્વતંત્રતા દિવસે છત્રસાલ સ્ટેડિયમમાં યોજાનાર કાર્યક્રમમાં પોતાના સ્થાને કેબીનેટ મંત્રી આતિશીને ધ્વજારોહણ કરવાની ઈચ્છા વ્યક્તિ કરી હતી. જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે મંત્રી ગોપાલરાયને જવાબ દેતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા 15 ઓગષ્ટ રાષ્ટ્રધ્વજ ફરકાવવા આતિશીને અધિકૃત કરવાનો નિર્દેશ કાનૂની રીતે અમાન્ય છે અને તેના પર કાર્યવાહી નથી કરી શકાતી.
સાથે સાથે એમ પણ કહ્યું કે તિહાર જેલથી આવી રીતે પત્ર લખવો, આવી વાત કરવી પણ સ્વીકાર્ય નથી, નિયમોનો ભંગ છે.
ઉલ્લેખનીય છે કે, ગોપાલરાયને જેલમાં મુલાકાત દરમિયાન કેજરીવાલે આ નિર્દેશ આપ્યા હતા.